 |
 |
|
 |
 |
 |
|
 |
 |
|
| કલરીપયટ્ટુ |
|
 |

કલરીપયટ્ટુ, એ કેરલાનું માર્શલ આર્ટ છે, જેને વિશ્વમાં આ પ્રકારની સૌથી જુની અને સૌથી વધુ વૈજ્ઞાનિક તરીકે ગણવામાં આવે છે. કલરી (તાલીમ શાળા) ખાતે લડાઇની તાલીમ અપાય છે. કલરી શિક્ષણના સિદ્ધાંતોમાં, તેલથી શરીરની માલિશથી શરૂ કરીને તે શરીર ચપળ અને લવચીક વાળી શકાય તેવું બને ત્યાં સુધી માર્શલ આર્ટ અંગેની તાલીમ નિયત કરાય છે. ચાટ્ટમ (કૂદવું), ઓટ્ટમ (દોડવું), મરિચિલ (ગુલાંટ મારવી) વગેરે જેવા સાહસિક કામો અને ત્યારપછી કટાર, તલવાર, ભાલા, ગદા, તીર અને બાણના ઉપયોગના પાઠ શીખવાય છે.
કલરીપયટ્ટુ તાલીમનો ઉદ્દેશ, મન અને તનની અંતિમ સંવાદિતા સાધવાનો છે. કલરીમાં પરંપરાગત તાલીમમાં દેશી તબીબી પ્રેક્ટિસમાં તદવિદતાનો સમાવેશ થાય છે. કલરી ધાર્મિક પ્રાર્થનાનાં પણ કેન્દ્રો છે. કલરીપયટ્ટુ, માગમાં અનુસારવાની સામાન્ય માર્ગદર્શક સૂચના એ છે કે એકવખત કોર્સ પૂરો થાય એટલે વ્યક્તિએ તેલની માલિશ કરાવવી જોઇએ અને શારીરિક સુડોળતા જાળવવામાં મદદરૂપ થવા સાહસિક કામની પ્રેક્ટિસ નિયમિત કરવી જોઇએ.
|
|
|
| |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|