તુલ્લલ એક જ વ્યક્તિ દ્વારા ભજવાય છે, તેમાં નૃત્ય અને કાવ્યમાં કથાઓનું પઠન થાય છે. મંદિરનાં તહેવારોમાં તેનું મંથન થાય છે, ભજવનાર અભિવ્યક્તિ કરતી ચેષ્ટાઓ દ્વારા કવિતાની કડીઓ સમજાવે છે. વિષય વસ્તુ પૌરાણિક કથાઓ પર આધારિત છે. આ કટાક્ષલક્ષી કલા સ્વરૂપ 18મી સદીમાં પ્રખ્યાત કવિ કંચન નંબિયર દ્વારા શરૂ કરાયો હતો.
હાસ્ય, કટાક્ષ અને સામાજિક ટીકા એ તુલ્લલના ચિહ્નો છે. મેકઅપ, સાદો હોવા છતાં તે કથકલીને ખૂબ મળતો આવે છે. તુલ્લલ નૃત્યકારને ગાયક પુષ્ટિ આપે છે, જે કડીઓનું પુનરાવર્તન કરે છે તેની સાથે મૃદગમ કે થોપ્પી મડ્ડલમ (ઢોલ) અને મંજીરાનો વાદ્ય સમૂહ સંગત આપે છે. તુલ્લલના ત્રણ સંબંધિત સ્વરૂપો ઓટ્ટનતુલ્લલ, સીતનકન્થુલ્લલ, અને પરાયણતુલ્લલ - જે પૈકી પ્રથમ ખૂબ જાણીતો પ્રકાર છે. આ ત્રણેય પ્રકારો પહેલાં પોષાકો અને શ્લોકોના છંદ પરથી અલગ પડે છે.
તુલ્લલ સામાન્યરીતે તહેવારો દરમિયાન મંદિરના પ્રાંગણમાં ભજવાય છે અને આ પ્રસંગે હાજર રહેતા હજારો લોકોને વિચાર અને મનોરંજન પૂરાં પાડે છે.
Department of Tourism, Government of Kerala, Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.