આયુર્વેદ – શરીર, મન અને આત્માનો સુમેળ
આયુર્વેદનો વિકાસ ઈ.સ. પૂર્વે 600માં થયો હતો. સારવારની આ નવી પદ્ધતિ શારીરિક વિકારોની સારવાર સાથે તેનાથી બચવાના ઉપાયો પર વજન આપે છે. દ્રવિડો અને આર્યોના સમયથી આયુર્વેદની પ્રેક્ટિસ કરવામાં આવી છે. આજે, આ સારવાર્ની અદ્વિતીયતા, અનિવાર્ય શાખા છે – યોગ્ય સંતુલન મેળવવા માટે એક સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિ છે, જે તમારા શરીરના દ્રવ્યો – વાત, પિત્ત અને કફના લક્ષણો પર આધારિત છે.
આયુર્વેદ શરીરના અસરગ્રસ્ત ભાગની સારવારમાં નહીં, પરંતુ સંપૂર્ણ વ્યક્તિની સારવારમાં માને છે. તમને તાજા કરવાની પ્રાકૃતિક રીત અપનાવીને, શરીરમાંથી તમામ વિષાણુ અસમતુલા દૂર કરે છે અને આ રીતે પ્રાકૃતિક શક્તિ અને સારું આરોગ્ય પુન:પ્રાપ્ત કરે છે.
કેરલા, આયુર્વેદની ભૂમિ
કેરલાનું સૌમ્ય હવામાન, વિપુલ માત્રામાં પ્રાકૃતિક વનો (હર્બ અને ઔષધિ છોડોની સમૃદ્ધિ સાથે) અને શીતળ ચોમાસાની મૌસમ (જૂનથી જુલાઈ અને ઓકટોબરથી નવેમ્બર), આયુર્વેદની રોગનાશક અને પુન:સ્થાપન પેકેજ માટે અત્યંત અનુકૂળ છે.
હકીકતમાં, આજે, કેરલા ભારતનું એક માત્ર એવું રાજ્ય છે, જે સંપૂર્ણ નિષ્ઠાથી દવાની આ પદ્ધતિ આચરણમાં મૂકે છે.
ચોમાસુ, કાયાકલ્પ માટે આદર્શ સમય
પરંપરાગત શાસ્ત્રો દર્શાવે છે કે, ચોમાસુ એ કાયાકલ્પ કાર્યક્રમો માટે ઉત્તમ મૌસમ છે. વાતાવરણ ધૂળરહિત અને શીતળ રહે છે, શરીરના છિદ્રો મહત્તમ ખૂલે છે, જે હર્બલ તેલો અને ઉપચારો માટે સૌથી વધુ ગ્રહણક્ષમ બને છે.
આયુર્વેદ વિડિયો
કેરલા પ્રવાસન દ્વારા વર્ગીકૃત આયુર્વેદ આરોગ્ય કેન્દ્રો
કાયાકલ્પ ઉપચાર (રસાયણ ચિકિત્સા)
ઉપચારાત્મક કાર્યક્રમો
આયુર્વેદ હોસ્પિટલો
યોગ કેન્દ્રો