 |
 |
|
 |
 |
 |
|
 |
 |
|
| અલપ્પુઝા |
|
 |

સ્થળ : અલપ્પુઝા બીચ, અલપ્પુઝા નગર નજીક, દક્ષિણ કેરલા.
પૂર્વના વેનિસ તરીકે ઉલ્લેખ થયેલ, અલપ્પુઝાએ હંમેશા કેરલાના દરિયાઈ ઈતિહાસમાં અગત્યનું સ્થાન માણે છે. આજે, તે તેની નૌકા સ્પર્ધા, બેકવોટર રજાઓ, બીચ, દરિયાઈ પેદાશો અને કાથીના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. અલપ્પુઝા બીચ એક જાણીતું પર્યટન સ્થળ છે. પુશ્તો જે અહીં દરિયામાં લંબાય છે તે 137 વર્ષ કરતાં વધુ પ્રાચીન છે. વિજયા બીચ પાર્ક ખાતે મનોરંજન પ્રવૃત્તિઓ બીચના આકર્ષણોમાં ઉમેરો કરે છે. નજીકમાં એક જૂની દીવાદાંડી પણ છે, જે મુલાકાતીઓને ખૂબ આકર્ષે છે.
અલપ્પુઝામાં બીજો આનંદપ્રદ અનુભવ હાઉસબોટ ક્રુઝ છે. એકવાર તમે અલપ્પુઝાના બેકવોટરમાં જાવ એટલે હકીકતમાં જુના સમયના કેટ્ટુવલ્લમની નવી આવૃત્તિ જોશો. મૂળ કેટ્ટુવલ્લમ કે ચોખાની હોડીઓનો ઉપયોગ ટનબંધ ચોખા અને મસાલા લઈ જવા થતો. કેટ્ટુવલ્લમ કે ‘ગાંઠોવાળી નૌકા’ એમ કહેવાતું, કારણ કે સમગ્ર બોટ માત્ર કાથીની ગાંઠોથી એકસાથે પકડી રાખીને ચલાવતી હતી.
સમય જતાં, હાઉસબોટો સજાવેલ શયનખંડો, આધુનિક શૌચાલયો, આરામદાયક દીવાનખાનાં, રસોડું અને નીરખવા માટે ઝરુખો પણ ખરા- એ તમામ સહિત સારી હોટલની તમામ સુવિધાઓ સાથે શરૂ થઈ. અને વ્યક્તિ હાઉસબોટમાં રોકાય ત્યારે બેકવોટરના જીવનનાં દૃશ્યો રોકટોક વિના હંમેશા માણી શકે છે.
અહીં પહોંચવા માટે:
- સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન: અલપ્પુઝા, બીચથી લગભગ 5 કિમી દૂર છે.
- સૌથી નજીકનું હવાઈ સ્ટેશન: કોચિન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, અલપ્પુઝા નગરથી લગભગ 85 કિમી દૂર છે.
|
|
|
| |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|