તિરુવનંતપુરમ શહેરથી 7 કિમીના અંતરે આવેલ શંખમુઘમ બીચ સૂર્યાસ્ત જોવા આવતા લોકો માટે પસંદગીની જગ્યા છે. આ બીચ તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય હવાઈમથક અને વેલી પ્રવાસી ગામની નજીક આવેલું છે.
અંદરની મનોરંજન કલબ, મત્સ્ય કન્યકા (મરમેડનું વિશાળ 35 મીટર લાંબું શિલ્પ) અને સ્ટાર ફિશ જેવા આકારની રેસ્ટોરેન્ટ શંખમુઘમ બીચ ખાતે આવેલ કેટલાંક આકર્ષણો છે.
અહીં પહોંચવા માટે:
- સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : તિરુવનંતપુરમ સેન્ટ્રલ, લગભગ 7 કિમી દૂર છે.
- સૌથી નજીકનું હવાઈમથક : તિરુવનંતપુરમ હવાઈમથક, થોડાક અંતરે છે.