કન્નુરમાં, કવ્વયી કાયલ જળાશયનો પ્રોત્સાહક વિસ્તાર કદાચ તમારું કેરલાના બેકવોટર્સ વિસ્તારો પૈકીનું એક બીજુ સૌથી મોહક સ્થળ છે. કેરલાનો દક્ષિણ ભાગ, કોલ્લમ અને અલપ્પુઝામાં અને તેની ફરતે આવેલ સ્થળોની જેમ તેનું પોતાનું વિરલ આકર્ષણ, આસપાસનો વિસ્તાર અને જીવનની રાહ ધરાવે છે. કવ્વયી કાયલ પણ તેનો પોતાના અદ્વિતિય વિશેષતા ધરાવે છે, જે તમને સહેલાઈથી તેના પ્રેમમાં પાડી દે છે.
કવ્વયી કાયલ પરિસરની જમીન પર ચાલતાં જઈને અથવા એકાદ દેશી નૌકામાં ચઢીને તમે ખુલ્લી હવાનો અહેસાસ કરી શકશો અને આજુબાજુની હરિયાળીનો અમર્યાદ આનંદ માણતાં શીતળ વાયુમાં હળવા થઈ શકશો. આ બેકવોટરનો વિસ્તાર રસભર્યા દૃશ્યો અને અનુભવોથી ભરપૂર છે, જે તમારા રસને ઓછું નહીં કરવા દે. સ્થાનિક રીતે બોલાતા કવ્વયી કાયલ અથવા કવ્વયીનું બેકવોટર, ઉત્તરી કેરલાની ખૂબ ઓછું જાણીતું બેકવોટર અને પાંચ નદીઓ, જેમ કે કવ્વયી નદી અને તેની પ્રશાખાઓ, કન્કોલ, વન્નતિચલ, કુપ્પિતોડુ અને કુનિયનનું પરિણામ છે.
પરિસ્થિતિલક્ષી દૃષ્ટિથી જોતાં, કવ્વયીનું બેકવોટર અને તેની આજુબાજુનો પ્રદેશ નોંધપાત્ર ગણવામાં આવે છે. વિવિધ વનસ્પતિ અને પશુસૃષ્ટિને માટે આ બેકવોટર અને ભીનાશવાળી જમીન ઘર છે.
કવ્વયીના બેકવોટર પર હોવ ત્યારે અન્ય જોવા મળતું બીજુ રસપ્રદ દૃશ્ય નજીકનાં નાનાં-મોટાં લગભગ અડધો ડઝન ટાપુઓ છે. કવ્વયી ખાતે રચાતું બેકવોટર ઉત્તર કેરલામાં સૌથી મોટી ભીનાશવાળી જમીન છે, જેનો વિસ્તાર અંદાજે 37 ચો. કિમી છે.
કોટ્ટિ-કોટ્ટપ્પુરમથી બોટની સફર કરતાં મુલાકાતીને કવ્વયી કાયલનાં ઘણાં પ્રોત્સાહક દૃશ્યો જોવા અને માણવા મળી શકશે.
અહીં પહોંચવા માટે:
- સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : પય્યન્નુર, લગભગ 4 કિમી દૂર છે.
- સૌથી નજીકનું હવાઈમથક : કરીપુર, કન્નુરથી લગભગ 93 કિમી દૂર છે.