પક્ષીપાતાલમ, વયનાડ
સ્થળ : તિરુનેલ્લીથી ઉત્તર-પૂર્વે 7 કિમી, જે માનંતવાડીથી લગભગ 32 કિમી, અને કલ્પેટ્ટાથી લગભગ 66 કિમી દૂર છે, વયનાડ જિલ્લો, ઉત્તર કેરલા.
ઊંચાઈ : દરિયાની સપાટીથી 1740 મીટર.
વયનાડ, એ કેરલાનો ઉત્તરીય પર્વતીય જિલ્લો છે, જે ગાઢ ભેજવાળા ખરાઉ જંગલોથી આવૃત્ત છે. અહીં હાથીઓ, વાઘ, ચિત્તા, જંગલી બિલાડી, સાયસન, જંગલી ગાય, મોર, બીજા ઘણી જાતનાં પક્ષીઓ જોઈ શકાય છે. આ વનની એકાંત ભૂમિ, સમુદ્રની સપાટીથી 1740 મીટર ઊંચે પક્ષીપાતાલમ, સુંદર નિ:સ્તબ્ધ નાનું સ્થળ છે.
પક્ષીપાતાલમ - એ સ્થળનું નામ જ અહીંના પક્ષી જીવનના વૈભવનો ઉલ્લેખ કરે છે. અહીંના વણ સ્પર્શાયેલ વનો, ઝરણાં અને સીધા ચઢાણવાળા પર્વતો ટ્રેકિંગ માટે પડકારરૂપ દિશા પૂરી પાડે છે. પ્રાચીન સમયમાં ધ્યાન માટે ઋષિઓએ (સંતો) વાપરેલી ગુફા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યું છે.
તેની સાવ નજીકમાં કુરુવાદ્વીપ, ટાપુ (દ્વીપ) તેની વિરલ પરિસ્થિતિ માટે સુપ્રસિદ્ધ છે. માનંતવાડીથી 17 કિમી દૂર આવેલ કુરુવાદ્વીપ કબિની નદીના કાંઠે આવેલ 950 એકરનો સદા હરિયાળા વનનો પ્રદેશ છે અને વિરલ જાતનાં પક્ષીઓ, ઓર્કિડ અને વનસ્પતિનું નિવાસસ્થાન છે.
અહીં પહોંચવા માટે:
પક્ષીપાતાલમ, તિરુનેલ્લીથી લગભગ 7 કિમી દૂર છે અને આ સ્થળે પહોંચવાની એક માત્ર પદ્ધતિ ટ્રેકિંગ છે. તિરુનેલ્લી માનંતવાડીથી લગભગ 32 કિમી દૂર છે.
- સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : કોઝિકોડે, માનંતવાડીથી લગભગ 106 કિમી દૂર છે.
- સૌથી નજીકનું હવાઈ મથક : કારીપુર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, કોઝિકોડે નગરથી લગભગ 23 કિમી દૂર છે.