સ્થળ: કોટ્ટયમ નગરથી 16 કિમી દૂર, મધ્ય કેરલા
કુમરકમ એ વેમ્બન્નાડુ સરોવર પર આવેલ નાનો ટાપુ છે અને કુટ્ટન્નાડુ પ્રદેશનો ભાગ છે. અહીં પક્ષી અભ્યારણ્ય છે, જે 14 એકરમાં પ્રસરેલું છે અને સ્થળાંતર કરીને આવતાં પક્ષીઓ માટે અનુકૂળ અડ્ડો છે અને પક્ષીવિદ્યા નિષ્ણાતનું સ્વર્ગ છે. ઈગ્રેટ(નાનો બગલો), ડાર્ટર, હીરન, ટીલ્સ, વોટરફાઉલ્સ, કોયલ, જંગલી બતક અને સાઈબિરીયન સ્ટોર્ક જેવા સ્થળાંતરિત પક્ષીઓ અહીં ટોળામાં આવે છે અને મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરે છે. કુમરકમ અભ્યારણ્યનાં પક્ષીઓ નિહાળવાનો ઉત્તમ માર્ગ ટાપુઓ ફરતે નૌકામાં સફર કરવી તે છે.
મોહક બેકવોટરનું સ્થળ, કુમરકમ મુલાકાતીઓને બીજા ઘણાં મનોરંજનના વિકલ્પો આપે છે. તાજ ગાર્ડન રિટ્રિટ, એક વિસ્તૃત જૂના બંગલાને રિસોર્ટમાં ફેરવીને ત્યાં બોટિંગ અને માછીમારીની સવલતો ઉપલબ્ધ કરી છે.
વોટરસ્કેપ, કેરલા પ્રવાસન વિકાસ નિગમના બેકવોટર રિસોર્ટ, નિ:સ્તબ્ધ સ્થળ પર બાંધેલી, નાળિયેરીની વૃક્ષરાજીમાં અને બેકવોટરમાં કુદરતી દૃશ્યમાં ગોઠવાયેલ સ્વતંત્ર કોટેજીસ ધરાવે છે. હોલીડે પેકેજીસમાં હાઉસબોટો, પરંપરાગત કેટ્ટુવલ્લમ (ચોખાની હોડીઓ) સારો અનુભવ કરાવે છે.
અહીં પહોંચવા માટે:
- સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : કોટ્ટયમ, લગભગ 16 કિમી દૂર છે.
- સૌથી નજીકનું હવાઈમથક : કોચિન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, કોટ્ટયમ નગરથી લગભગ 76 કિમી દૂર છે.