વરકલા એક શાંત અને નિરવ વસ્તી છે જે તિરુવનંતપુરમ જિલ્લાની બહાર આવેલું છે. અહીંયાં પ્રવાસીઓના આકર્ષણ માટે ઘણા સ્થળ છે જેમ કે સુંદર બીચ, 2000 વર્ષ જુનું વિષ્ણુ મંદિર અને આશ્રમ - શીવગિરિ મઠ જે બીચથી થોડાક જ અંતરે છે.
શાંત વરકલા બીચ ખાતે ખનીજ પાણીના ઝરાથી સમૃદ્ધ શાંત સમુદ્રી રિસોર્ટ છે. આ બીચ આગળ પવિત્ર પાણીમાં ડુબકી મારવાથી શરીરની અશુદ્ધી અને આત્મા પાપોથી મુક્ત થતો હોવાની માન્યતા છે, તેથી તેનું નામ ‘પાપનાશમ બીચ’ રાખ્યું છે.
બે હજાર વર્ષ જુનું જનાર્દનસ્વામી મંદિર બીચની પર ઝળુંબતી કરાડો પર ઊભું છે, જે બીચથી થોડા જ અંતરે છે. મહાન હિંદુ સુધારક અને તત્ત્વવેત્તા શ્રી નારાયણ ગુરુ (1856-1928) દ્વારા સ્થાપિત મઠ પણ નજીકમાં છે. ગુરુની સમાધિ (ચિરવિરામ સ્થાન) આગળ 30 ડિસેમ્બરથી 1લી જાન્યુઆરી - શીવગિરિ તીર્થયાત્રા દરમિયાન દર વર્ષે હજારો ભક્તો અહીં એકઠા થાય છે. જ્ઞાતિ-પ્રથાના પ્રતિબંધોથી તૂટી રહેલા સમાજમાં શ્રી નારાયણ ગુરૂએ પ્રચાર કરેલ વિચાર છે : “એક જ્ઞાતિ, એક ધર્મ અને એક ઇશ્વર”.
વરકલા પ્રવાસીઓ માટે ઉત્કૃષ્ટ નિવાસ સગવડો પૂરી પાડે છે અને ઘણાં આયુર્વેદિક મસાજ કેન્દ્રો સાથે જાણીતું આરોગ્ય રિસોર્ટ બન્યું છે.
આકર્ષણો : બીચ, ખનીજ પાણીના ઝરા, શીવગિરિ મઠ અને 2000 વર્ષ જુનું વિષ્ણું મંદિર.
સ્થળ : તિરુવનંતપુરમ શહેરથી ઉત્તરે 51 કિમી અને તિરુવનંતપુરમ જિલ્લો, દક્ષિણ કેરલા, કોલ્લમની દક્ષિણે 37 કિમી દૂર છે.
અહીં પહોંચવા માટે:
- સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : વરકલા, લગભગ 3 કિમી દૂર છે.
- સૌથી નજીકનું હવાઈમથક : તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, લગભગ 57 કિમી દૂર છે.