|
ગોડ્સ ઓન કન્ટ્રી (દેવોની પોતાની ભૂમિ) માં તહેવારો સાચી ઉજવણી છે; આ એવા પ્રસંગો છે જેમાં કેરલાની સાદી જીવનશૈલી પર તેની ભવ્યતા છવાઈ જાય છે. તે પછી ઓણમનો રાજ્ય તહેવાર કે સ્થાનિક સ્થળે પૂજા-પાઠ હોય, નવા પોશાક અને ભપકાદાર મિજબાનીઓ આની ઉજવણી માટે અચૂક હોય છે.
આનંદ મનાવવાના પ્રસંગો ઉપરાંત, કેરલાના તહેવારોમાં આ ભૂમિની કલા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં આવ્યા છે. તે ધાર્મિક હોય કે સામાજિક, પરંપરાગત હોય કે અર્વાચીન તે ક્યારેય કલા મહોત્સવ વિના સંપન્ન થતો નથી, જેનો વ્યાપ 2000 વર્ષ જુના કુટિયાટ્ટમથી સમકાલિન સ્ટેજ શો સુધીનો રહે છે.
|