સ્થળ : કાંજિરમટ્ટમ મસ્જિદ, એર્નાકૂલમ જિલ્લો.
કાંજિરમટ્ટમ મસ્જિદ શેખ ફરિદુદ્દીનની યાદમાં બાંધવામાં આવી હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે 13 થી 14 જાન્યુઆરીના દિવસોએ ’કોડિકુત્તુ’ તહેવાર ઊજવાય છે. રાત્રે યોજાતી ’ચંદનક્કુડમ’ વિધિ દરમિયાન યાત્રાળુઓ ચંદનનો લેપ લગાવેલ ઘડા લઈને શોભાયાત્રામાં મસ્જિદ સુધી જાય છે. શોભાયાત્રામાં ઝુલથી સજાવેલ હાથીઓ અને લોક કલાની ભજવણી થાય છે. તહેવાર દરમિયાન ડફમુટ્ટુ અને કોલકલી જેવાં પરંપરાગત મુસ્લિમ કલાના નમૂના પણ સ્ટેજ પર ભજવાય છે.
અહીં પહોંચવા માટે:
- સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : એર્નાકૂલમ, લગભગ 25 કિમી દૂર છે.
- સૌથી નજીકનું હવાઈ મથક: કોચિન આંતરરાષ્ટ્રીય હવાઈમથક, લગભગ 45 કિમી દૂર છે.