આ વિડિયો કેરલાની ફિશ કરી બનાવવાની રીત બતાવે છે
કોઈપણ 500 ગ્રામ માછલી/પ્રોન્સને સાફ કરીને ચોરસમાં કે ગોળ ટુકડામાં કાપીને બાજુમાં રાખો.
પહોળા, જાડા તળિયાવાળા વાસણમાં (માટીના કે નોન-સ્ટીક) ત્રણથી ચાર ચમચી નાળિયેરનું તેલ રેડો.
સાંતળવા માટે નીચેની સામગ્રી તૈયાર રાખો:
- આદુ - 2 ઈંચ (પાતળા, લાંબા ટુકડા કરવા)
- લસણ - 10 થી 12 કળી (પાતળા, લાંબા ટુકડા કરવા)
- શેલોટ - 5 થી 6
- લીમડાના પાન – થોડાક
એક ચમચી રાઈ તતડાવો, અને ઉપરના ચારેય સામગ્રી ઉમેરીને સાંતળો.
પછી નીચેની સામગ્રીથી બનાવેલ પેસ્ટ ઉમેરો:
- કાશ્મીરી મરચાંનો પાવડર - 4 થી 6 ચમચી
- મેથીનો પાવડર - ½ ચમચી
- હળદરનો પાવડર - ½ ચમચી
મસાલો કે પેસ્ટને ત્રણેય પાવડર ભેગાં વાટીને અથવા પાવડરના મિશ્રણમાં થોડુંક પાણી ઉમેરીને કરી શકાય.
મસલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, આંબલીના (કોકમ) થોડાક ટુકડા અને અડધો કપ પાણી ઉમેરો. તેને ઉકળવા દો.
પછી, ઉકળતા મસાલામાં માછલીના સરસ રીતે ટુકડા ગોઠવો અને તેની પર થોડાક લીમડાનાં પાન મુકો. માછલી રંધાઈ જાય અને રસો જાડો થાય ત્યાં સુધી તેને ઢાંકીને રાંધો. પછી, ત્રણ ચમચી નાળિયેરનું તેલ ઉપર ઉમેરો અને વાસણને તાપ પરથી નીચે ઉતારો.
આ ફિશ કરીનો ઉપયોગ કરતાં પહેલાં 10 થી 12 કલાક રહેવા દો. તે રંધાય કે તરત તેનો ઉપયોગ કરી શકાય પરંતુ તેનો એટલો સારો સ્વાદ આવશે નહીં.
કુ. લેલુ રોય દ્વારા વાનગી બનાવવાની રીત (સંદર્ભ : લોન્લી પ્લેનેટ એન્ડ રફ ગાઇડ)
ઈમેઈલ : simonroy@hotmail.com
ટેલિફોન : + 91 471 2215377