સૌથી વધુ સાક્ષર, અને સામાજિક આધુનિકતા ધરાવતાં કેરલાના લોકો, એક અદ્વિતીય બહુસાંસ્કૃતિક દૃષ્ટિકોણનું પોષણ કરે છે, જે તેમની સહનશીલતાની ભાવનામાં અને દૃષ્ટિકોણની સાર્વત્રિક ઉદારતામાં પ્રતિબિંબત થાય છે. આ કેરલાની મિશ્ર સંસ્કૃતિને આભારી હોઈ શકે, જેમાં વિશ્વના અનેક ભૂપ્રદેશો અને જાતિઓએ નોંધપાત્ર ફાળો આપ્યો છે.
યુગોથી, કેરલાએ મનુષ્યના વિચાર અને પુરૂષાર્થના દરેક ક્ષેત્રમાં નવી પરંપરાઓ અને મૂલ્યોને અનુરૂપ થવાની નોંધપાત્ર ક્ષમતા દર્શાવી છે. ફેરફારો અને પડકારો સામેના આ હકારાત્મક પ્રતિભાવે, કેરલાના લોકો તેમજ સમાજની અલગતા સ્થાપિત કરી છે.
કેરાલિયન લોકો ઊંચી કક્ષાની જાગરુકતા અને રાજકીય સભાનતા ધરાવે છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ તેઓ અદ્વિતીય સ્થિતિ ધરાવે છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનો દર સમગ્ર એશિયામાં સૌથી ઊંચો છે. તેથી જ કદાચ રાજ્યની સ્ત્રીઓ પરિવાર અને સમાજ બંનેમાં વિશિષ્ટ દરજ્જો આપે છે.
Department of Tourism, Government of Kerala, Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.