પ્રવાસનની હકારાત્મક અસરો અધિકતમ કરવા અને નકારાત્મક અસરો ઘટાડવાનો ઉત્તમ માર્ગ તરીકે જવાબદાર પ્રવાસને (RT) આજે વિશ્વભરમાં વ્યાપક સ્વીકૃતિ મેળવી છે. ભારતમાં જવાબદાર પ્રવાસનનું અગ્રેસર કેરલા છે. રાજ્યમાં કુમરકમ, જવાબદાર પ્રવાસનનું સફળ અમલીકરણ કરવા બદલ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યાનું ગૌરવ અનુભવે છે. પ્રવાસનનું આ સંપૂર્ણ સ્વરૂપ પ્રવાસીઓ, યજમાન લોકો અને વેપારને મદદ કરે છે, જેઓ કોઈપણ પરિસ્થિતિલક્ષી કે સામાજિક નુકસાન કર્યા વિના પ્રવાસનમાંથી સૌથી વધુ સંભવિત લાભો મેળવે છે. કદાચ સૌથી વધુ નોંધપાત્ર હકીકત એ છે કે જવાબદાર પ્રવાસન, સ્થાનિક લોકો માટે વધુ સારી જીવન સ્થિતિ પૂરી પાડે છે. કુમરકમની સફળતાને અનુસરીને, રાજ્યનાં બીજા પ્રવાસન સ્થળોએ આજે જવાબદાર પ્રવાસનનો અમલ થઈ રહ્યો છે.