| |
યાદગીરી ભેટો જીવનમાં વ્યક્તિના અનુભવોની સ્મૃતિ વ્યક્ત કરવા માટે છે. આ અનુભવો કોઈપણ વસ્તુના હોઈ શકે છે. અને તે પ્રવાસની વાત હોય ત્યારે, યાદગીરી ભેટો, ખાસ કરીને લોકો ખરેખર કેરલા જેવા દૂરના સ્થળની મુલાકાત લે ત્યારે ઘણી મૂલ્યવાન બને છે.
કેરલામાં, પ્રવાસીઓ યાદગીરી ભેટોની વિવિધ બાબતોના પરિચયમાં આવે છે જેમાં તેની સંસ્કૃતિ, ઈતિહાસ, કલા અને સામાજિક ધાર્મિક પાસામાં પ્રતિબિંબિત થાય છે.
કેરલા યાદગીરી ભેટો આકર્ષક અને હાથે બનાવેલી વીરલ વસ્તુઓની વિવિધ રેન્જમાં મળે છે. તેઓ પૈકી પ્રખ્યાત વસ્તુઓ આરન્મુલા કન્નડી (ધાતુનો અરીસો); નાળિયેરની કાચલી, લાકડા, માટી અને નેતરમાંથી બનાવે; હાથે બનાવેલ ઉત્પાદનો; ભીત ચિત્રો તથા કસાવુ સાડી જેવી હાથ બનાવટની ઉત્પાદનોની (સોનેરી જરીવાળી સાડી).
કેરલામાં, કેરલા સરકારના પ્રવાસન વિભાગ માટેની કેરલાની યાદગીરી ભેટોને પ્રોત્સાહન આપવા સત્તાવાર એજન્સી, સાંસ્કૃતિક વસ્તુઓની દુકાનમાંથી ખાસ વૈવિધ્યપૂર્ણ કેરલાની યાદગીરી ભેટો પ્રવાસીઓ ખરીદી શકે છે. સાંસ્કૃતિક વસ્તુઓની દુકાન ખાતે, મુલાકાતીઓ ઉરુલી (વોક) (ધાતુની કડાઈ), પારા (પિત્તળનું પરંપરાગત માપવાના વાસણનો નાનો નમૂનો), કેટ્ટુવલ્લમ (ચોખાની બાર્જ), આરન્મુલા કન્નડી (ધાતુનો અરીસો), નેટ્ટીપટ્ટમ (હાથીઓ સજાવવા માટેની ઝુલ), નેટ્ટુર પેટ્ટી (પરંપરાગત ઝવેરાત-પેટી) અને બીજી ઘણી વસ્તુઓ જેવી ભેટો અને સ્મરણ ચિહ્નો પસંદ કરી શકે છે.
યાદગીરી ભેટો મેસ્કોટ હોટલ, તિરુવનંતપુરમ - 695 033, કેરલાની સાંસ્કૃતિક વસ્તુઓની દુકાન પરથી મળી શકે છે, ઈમેઈલ: info@cultureshoppe.com, www.cultureshoppe.com |
|