આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્ઝ પેઇન્ટિંગ સ્પર્ધા 2018
ક્લિન્ટની યાદમાં
Picture of Edmund Thomas Clint

વારંવાર પૂછાતા પ્રશ્નો


વિશ્વના કોઇપણ ખૂણા માંથી કોઈ પણ બાળક કે જે 4 અને 16વર્ષની વચ્ચે હોય (કે જે 01.09.2002ના દિવસે કે તે પછી જન્મયા હોય અને 01.09.2014ને દિવસે કે પહેલાં જન્મયા હોય)તે ભાગ લઈ શકે છે.
તમે તમારી જાતને પ્રમોટર તરીકે રજીસ્ટર કરાવી શકો છો, કોઇપણ બાળકકે જે સ્પર્ધામાં તમારી ભલામણને આધારે જોડાશે તેમને તમારી ક્રેડિટમાં ઉમેરવામાં આવશે અને જે પ્રમોટર મહત્તમ એન્ટ્રીઓ મોકલશે તેઓ પર કેરાલાની મુલાકાત માટે પ્રશંસાયુક્ત પ્રવાસ પેકેજો મેળવશે.
કોઈપણ કે જેની 18 વર્ષની વય હોય તે આ કોન્ટેસ્ટ માટે પ્રમોટર તરીકે રજીસ્ટર કરાવી શકે છે. આ કાર્ય સ્વૈચ્છિક છે, અને પ્રમોટરોને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવશે નહીં.
ના, આ સ્પર્ધામાં દાખલ થવું નિશુલ્ક છે!
સહભાગીએ કાગળ પર પોતે ક્રેયોન્સ, કલર પેન્સિલ અને પેઈન્ટ અને બ્રશ અને સ્કેચપેન્સનો ઉપયોગ કરી ચિત્ર દોરવાનું રહેશે. કોઇપણ ચિત્ર કે જે ડિજીટલ, ઇલેક્ટ્રોનિક અથવા મિકેનિકલ સાધનોનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ હોય તેને આ સ્પર્ધા માટે સ્વીકારવામાં આવશે નહિ. ચિત્રને ત્યાર પછી કોઇપણ રીતે ડિજીટાઇઝ્ડ કરી કેરલ પ્રવસનના કોન્ટેસ્ટ પેઈજ પર અપલોડ કરવાનું રહેશે (ફાઈલની સાઈઝ 5એમબીથી વધવી જોઇએ નહિ).
પ્રવેશ કરનાર ફક્ત એક જ વાર નોંધણી કરાવી શકે છે પરંતુ તે/તેણી પાંચ એન્ટ્રી સુધી સબમિટ કરાવી શકે છે, જો તે/તેણી આમ કરવા ઇચ્છે તો.
સ્પર્ધા માટેની થીમ કેરળ છે! પેઈન્ટિંગ કેરળથી સંબંધિત કંઇ પણ હોય શકે છે. તમારા સંદર્ભ માટે, અમે વિડીઓ અને ફોટો બ્રોશર સુંદર ચિત્રો અએ વિડીઓ સાથે બનાવે છે. તમે અહિં તમને જોઇએ એ બધુ મેળવી શકો છો.