Trade Media
     

બેક્કલ


સ્થળ: બેક્કલ કિલ્લાથી લગભગ એક કિલોમીટર દૂર છે, ઉત્તર કેરલા, કાસરગોડ જિલ્લો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાસરગોડની દક્ષિણે લગભગ 16 કિમી દૂર છે.

કાસરગોડ, કેરલાનો ઉત્તરી જિલ્લો દેવતાઓ, કિલ્લા, નદીઓ, પર્વતો, સુંદર બીચ પ્રખ્યાત છે. બેક્કલનો કિલ્લો કેરલાનો એક સૌથી મોટો અને સૌથી ઉત્તમ રીતે જાળવેલો કિલ્લો છે. બેક્કલ કિલ્લા નજીક છીછરા બીચનો સુંદર વિસ્તાર બેક્કલ ફોર્ટ બીચ તરીકે જાણીતો છે, જે બેક્કલ રીસોર્ટ વિકાસ નિગમ (BRDC) દ્વારા આકર્ષક બીચ સ્થળ તરીકે વિકસાવેલ છે.

સુંદરતા : સ્થળની સુંદરતામાં બીચ પર લાલ માટીના પથ્થરોનો ઉપયોગ કરીને સર્જેલ થેય્યમનાં બે શિલ્પોનું સ્થાપન અને નિલમ્બુરના કારીગરોએ બનાવેલ ભીત ચિત્રોથી શણગારેલ દિવાલોનો સમાવેશ થાય છે. આ સિવાય પાર્કિંગ વિસ્તારમાં ખડક-ઉદ્યાન વિકસાવ્યો છે, જ્યાં વિવિધ કદના લેટેરાઈટ (લાલ માટીના પથ્થર) બોલ્ડરોનો ઉપયોગ કરાયો છે. સામાજિક વનવિદ્યા યોજના અન્વયે બીચના વિસ્તારમાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે.

પાર્કિંગ સુવિધાઓ: જુદા જુદા પ્રકારના વાહનોના પાર્કિંગ માટે 7000 ચો.મીટર જમીન BRDC એ વિકસાવી છે.

પગથી : મુસાફરો સુંદર દરિયાકિનારાની સુંદરતા નિહાળી શકે અને બેક્કલ કિલ્લાના રમણીય દૃશ્યને માણી શકે તે માટે સુંદર પગથી બનાવવામાં આવી છે.

બીચ પર રોશની કરવી : સાંજના કલાકો દરમિયાન બીચ પર રોશની કરાય છે, જેથી પ્રવાસીઓ સૂર્યાસ્ત થયા પછી બીચ પર વધુ સમય ગાળી શકે છે.

આરામની સુવિધાઓ : મલ્ટિ શેડ અને ઇરુ મેડમ આરામ કરવા અને સમુદ્રની હવા માણવા પ્રવાસીઓને પૂરતી સગવડો પૂરી પાડશે. સ્થાનિક રીતે ઉપલબ્ધ માલસામાનનો ઉપયોગ કરીને બેસવાની વ્યવસ્થા બીચ પર પ્રવાસીઓ માટે પૂરી પાડવામાં આવી છે.

શૌચાલયો : પ્રવાસીઓના ઉપયોગ માટે શૌચાલયની જોગવાઈ કરવામાં આવી છે અને વિસ્તારને ચોખ્ખો રાખવા સમગ્ર બીચની જગ્યાએ પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વાંસના કચરા માટેના પીપ પૂરા પાડવામાં આવ્યા છે.

બાલોદ્યાન : 14 વર્ષથી નીચેના બાળકો માટે અહીં બાલોદ્યાન વિકસાવ્યો છે.

વિકસિત જગ્યાની જાળવણી માટે દરેક મુલાકાતી પાસેથી પ્રવેશ ફી તરીકે 1 રૂપિયા જેવો નામનો ચાર્જ વસૂલ કરાય છે. તે જ પ્રમાણે વાહન પાર્કિંગ માટે નામની ફી પણ વસૂલ કરાશે. BRDC વોટરપાર્ક, થીમપાર્ક, વગેરે બાંધવા માટે બીચ પર બીજી વધુ 11 એકર જમીન વિકસાવવાનું પણ ધ્યેય રાખે છે.

કેરલા સરકારે બેક્કલને આયોજિત પર્યાવરણ-મૈત્રીપૂર્ણ સ્થળ તરીકે વિકસાવવા કેરલા સરકારે BRDC ની સ્થાપના કરી હતી. BRDC એ જમીન સંપાદિત ચાર્જિસ સહિત બેક્કલ ફોર્ટ બીચના વિકાસ માટે 19 એકર જમીનનો અંદાજે રૂ. 25 મિલિયન ખર્ચનો ઉપયોગ કર્યો હતો.

અહીં પહોંચવા માટે:
  • સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : કોઝિકોડે-મેંગ્લોર-મુંબઇ માર્ગ પર કાસરગોડ.
  • સૌથી નજીકનું હવાઈ મથક : મેંગ્લોર, કાસરગોડ નગરથી લગભગ 50 કિમી દૂર છે; કારીપુર આંતરરાષ્ટ્રીય હવાઈમથક,કોઝિકોડે, કાસરગોડ નગરથી લગભગ 200 કિમી દૂર છે.


 
 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia