Trade Media
     

કોચિનો કિલ્લો


કોચિ કિલ્લાના ઐતિહાસિક સ્થળને જોવા, પગે ચાલતા જવા સિવાય બીજો કોઈ વધુ સારો વિકલ્પ નથી. હળવા થઈને, ઊંડો શ્વાસ લઈને સુતરાઉ પોષાકમાં, નરમ જોડાં અને હા-વાંસની હેટ પહેરીને બહાર નીકળો. આ ટાપુના દરેક જગ્યાએ ઈતિહાસ રહેલો છે, ત્યાં કશુંક આશ્ચર્યજનક તમારા માટે રાહ જુવે છે. આ તેનું પોતાનું વિશ્વ છે, જેણે વીતી ગયેલા યુગના નમૂના જાળવી રાખ્યા છે અને હજુ તે દિવસોનું અભિમાન ધરાવે છે. તમે ભૂતકાળની ગંધ લઈ શકો તો કોઈ વસ્તુ તમને આ શેરીઓમાંથી જતાં રોકી શકશે નહીં.

કે. જે. માર્શલ રોડ પરથી સીધા ચાલતા જઈને ડાબી બાજુ વળતાં, તમને કિલ્લા ઈમેન્યુઅલની ઝાંખી થઈ શકશે. આ બેશન એક જમાનામાં પોર્ટુગિઝો હસ્તક હતો અને તે કોચિનના મહારાજા અને પોર્ટુગુલના રાજા વચ્ચેની વ્યૂહાત્મક સંધિનું પ્રતીક છે, જેના નામ પરથી કિલ્લાનું નામકરણ કરાયું છે. કિલ્લો 1503માં બાંધવામાં આવ્યો હતો અને 1538માં મજબૂત કરાયો હતો. થોડાક આગળ જતાં ડચ કબ્રસ્તાન આવશે. 1724માં આ માટે અલગ ફાળવેલ અને દક્ષિણ ભારતના ચર્ચ દ્વારા સંચાલિત કબરના પથ્થરો, અહીં મૂકપણે જે યુરોપિયન મુલાકાતીઓ તેમનું વસાહતી સામ્રાજ્ય વિસ્તારવા પોતાનું ઘર છોડીને આવ્યા હતા તેમની યાદ અપાવે છે.

બીજી જોવાલાયક જગ્યા પ્રાચીન ઠાકુર હાઉસ છે, જે વસાહતી સામ્રાજ્યના યુગના કોન્ક્રીટ નમૂના તરીકે અડીખમ ઊભું છે. મકાન સાદગીપૂર્ણ રીતે સુંદર છે. અગાઉ તે કુનાલ કે હિલ બંગલા તરીકે જાણીતું હતું. બ્રિટીશ શાસન દરમિયાન નેશનલ બેન્ક ઓફ ઈન્ડિયાના મેનેજરોનું તે નિવાસ સ્થાન હતું. હવે, તે ઠાકુર એન્ડ કંપનીની માલિકીનું છે, જે પ્રખ્યાત ચાનો વેપાર કરતી પેઢી છે.

આગળ ચાલતાં ત્યાં બીજી વસાહતી સંરચના - ડેવિડ હોલ તમારી રાહ જુવે છે. ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1695માં આનું બાંધકામ કર્યું હતું. આ હોલ પ્રખ્યાત ડચ કમાન્ડર હેન્ડ્રિક એડ્રિયાન વાન રીડ ટોટ ડ્રેકેસ્ટન સાથે સંકળાયેલો છે, હોર્ટુસ મલાબારિકસ નામના કેરલાની વનસ્પતિ સૃષ્ટિ પરના તેમના ચિરસ્મરણીય પુસ્તક માટે તેમની વધુ પ્રશંસા થાય છે. અલબત્ત ડેવિડ હોલ એ નામ તે પછીના કબજેદાર ડેવિડ કોડર પરથી પડયું છે.

પરેડ ગ્રાઉન્ડ પર પાછા ચાલતાં, એક વખત પોર્ટુગિઝ, ડચ અને બ્રિટીશરોએ ચાર એકર જમીન પર લશ્કરી પરેડ યોજી હતી, ત્યાં સેંટ ફ્રાન્સિસ ચર્ચ, ભારતના સૌથી પ્રાચીન યુરોપિયન ચર્ચમાં પહોંચો છો. પોર્ટુગિઝોએ તેનું 1503માં બાંધકામ કર્યું ત્યારથી તે ઘણા તબક્કામાંથી પસાર થયું છે. હવે આ ચર્ચ દક્ષિણ ભારતના ચર્ચ હેઠળ છે. સાથો સાથ, આ ચર્ચમાં વાસ્કો ડી ગામાને દફનાવાયા હતા અને તેના કબરનો પથ્થર હજુ જોઈ શકાય છે.

ચર્ચ રોડ ચાલવા માટે સારો છે, અરબી સમુદ્રનો શીતળ પવન તમારા શરીર દ્વારા અનુભવાય છે. સમુદ્રની થોડીક નજીક ચાલતા આવો અને ત્યાં કોચિન ક્લબ છે, જે પ્રભાવક ગ્રંથાલય અને રમતગમતની ટ્રોફીઓનો સંગ્રહ ધરાવે છે. સુંદર દેખાવવાળા પાર્કમાં બનાવેલ આ ક્લબે હજુ તેનો બ્રિટીશ પરિસર ટકાવી રાખ્યો છે.

ચર્ચ રોડ પર પાછા ફરતાં, ડાબી બાજુએ, તમે બીજુ સુંદર મેન્શન - બેશન બંગલો જોઇ શકશો. આ ભારતીય-યુરોપિયન ઢબની વિસ્મયકારી સંરચનાનું બાંધકામ 1667માં થયું હતું અને તે સ્થળનું નામ જૂના ડચ કિલ્લાના સ્ટ્રોમબર્ગ બેશનની જગ્યા પરનું પડ્યું છે. હવે તે પેટા કલેક્ટરનું સત્તાવાર નિવાસસ્થાન છે.

નજીકમાં વાસ્કો ડી ગામા સ્ક્વેર છે. આ સાંકડી પગથી, થોડોક આરામ કરવા માટે આદર્શ સ્થળ છે. સ્વાદિષ્ટ સમુદ્રી ખોરાક અને તાજાં નાળિયેરીથી ભરેલા સ્ટોલ લલચાવે છે. થોડોક સ્વાદ માણો અને પછી તમારી આંખો ચાઈનીઝ માછીમારી જાળોને ઉપર-નીચે જતી જુઓ. કુબલાઈ ખાનના દરબારના વેપારીઓએ ઈ.સ.1350 અને 1450 વચ્ચે અહીં આ નેટ ઊભી કરી હતી.

તાજા થઈને, હવે તમે પિયર્સ લેસલી બંગલો, એક આકર્ષક  મેન્શન તરફ આગળ જઇ શકો, આ મેન્શન એક વખત પિયર્સ લેસલી એન્ડ કંપની, યસ્ટરઈયર્સના કોફી વેપારીઓની કચેરી હતી. આ મકાન પર પોર્ટુગિઝ, ડચ અને સ્થાનિક અસર દેખાય છે. તેના વોટરફ્રન્ટ, પાણી સામેના વરંડા વધારાનું આકર્ષણ છે. જમણી બાજુએ જતાં, તમે જુના હાર્બર હાઉસ પાસે આવો છો, જે 1808માં બંધાવ્યું હતું અને કેરિયેટ મોરન એન્ડ કંપની, પ્રખ્યાત ચા બ્રોકરની માલિકીનું હતું. બાજુમાં કોડર હાઉસ છે, આ સુંદર મકાન 1808માં કોચિન ઈલેકટ્રિક કંપનીના સેમ્યુઅલ એસ. કોડર દ્વારા બંધાવ્યું હતું. આ સરંચના વસાહતીમાંથી ભારત-યુરોપિયન સ્થાપત્ય સુધીનું સક્રમણ બતાવે છે.  

આગળ જમણી બાજુ વળો અને તમે પ્રિન્સેસ સ્ટ્રીટ પહોંચો છો. અહીંની દુકાનોમાંથી કેટલાક તાજાં ફૂલો લો. વિસ્તારની આ એક સૌથી જૂની શેરી છે, આ માર્ગની બંને બાજુએ યુરોપિયન ઢબનાં નિવાસો છે. અહીં લોફર્સ કોર્નર આવેલું છે, જ્યાં કોચિના આનંદી અને પ્રેમાળ લોકો માટે પરંપરાગત દિવાલ પર લટકાવવાનાં ચિત્રો મળે છે.

લોફર્સ કોર્નરની ઉત્તર તરફ ચાલતાં, તમને સાન્ટા ક્રુઝ બેસિલિકા પાસે આવો છો, આ ઐતિહાસિક ચર્ચનું બાંધકામ પોર્ટુગિઝોએ કર્યું હતું અને 1558માં પોપ પોલ IV એ ઉજાત કરીને કેથેડ્રલ બનાવ્યું હતું. 1984માં, પોપ જહોન પોલ II એ તેને બેસિલિકા તરીકે જાહેર કર્યું હતું. બર્ઘર શેરી અને ડેલ્ટા સ્ટડી પર ઝડપથી નજર નાખીને 1808માં બંધાયેલ અને હાલમાં હાઈ સ્કુલ તરીકે કામ કરતા હેરિટેજ બંગલા પર નજર રાખીને તમે નીચેની તરફ ચાલો, ફરીથી તમે પ્રિન્સેસ સ્ટ્રીટમાં આવો છો અને ત્યારબાદ રોઝ સ્ટ્રીટ પહોંચો છો. ત્યાં તમે વાસ્કો હાઉસ જોશો, તે વાસ્કો ડી ગામાનું નિવાસસ્થાન હોવાનું મનાય છે. આ પરંપરાગત અને ખાસ પ્રકારનું યરોપિયન મકાન, કોચિમાં પોર્ટુગિઝ રહેઠાણો પૈકીનું સૌથી જુનું છે.

ડાબી બાજુ વળતાં, તમે પરેડ ગ્રાઉન્ડની સામે મોટો લાકડાનો દરવાજો VOC ગેટ જોવા રિડ્સડેલ રોડ પર ચાલો. આ દરવાજો 1740માં બંધાયો, તેને તેનું નામ ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના મોનોગ્રામ (VOC) પરથી મળ્યું છે. તેની બાજુમાં યુનાઈટેડ ક્લબ છે, જે એક સમયે કોચિમાં બ્રિટીશોની ચાર એલાઇટ ક્લબ્સ પૈકીની એક હતી. હવે તે નજીકની સેંટ ફ્રાન્સિસ પ્રાથમિક શાળા માટેના વર્ગખંડ તરીકે કામ આપે છે.

ચાલતાં સીધાં જતાં, તમે માર્ગના છેડે પહોંચો છો, જ્યાં બિશપનું હાઉસ છે, જેનું બાંધકામ 1506માં થયું હતું. એક વખત તે પોર્ટુગિઝ ગર્વનરનું રહેઠાણ હતું અને પરેડ ગ્રાઉન્ડની નજીક નાની ટેકરી પર બંધાયું હતું. ઘરની આગળની બાજુએ વિશાળ ગોથિક પ્રકારની કમાનો છે અને આ મકાન કોચિનના ડિયોસીસના 27માં બિશપ ડોમ જોસ ગોમ્સ ફેરેઇરાએ સંપાદિત કર્યું હતું, જેનું અધિકારક્ષેત્ર ભારત સિવાય બર્મા, મલાયા, અને સિલોન સુધી વિસ્તર્યુ હતું.

હવે ચાલવાનું બંધ કરવાનો સમય થયો છે. હજુ તમારા મનને વળગી રહેલ વીતેલા દિવસોની લાગણી જે તમારી આંખોમાં પાછા આવીને રહેલાં સંમોહક દૃશ્યો અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે ફરીથી ઈચ્છા રાખતી તમારી જીભનો સ્વાદ સાથે તમને બીજો આંટો મારવાની ઈચ્છા થાય તો તે બિલકુલ ખરાબ નથી!


 
 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia