Trade Media
     

વયનાડ


વિસ્તાર : 2132 ચો. કિમી

વસ્તી: 671, 195 (2001 વસ્તી ગણતરી)

ઉંચાઈ: 700 – 2100 મી દરિયા કિનારાની સપાટીથી ઉપર

ઉત્કૃષ્ટ પશ્ચિમી ઘાટ ઉપર 2,132 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જૈવ વિવિધતા પ્રદેશો પથરાયેલ છે. વયનાડ તેના પ્રાચીન કુદરતને જાળવી રાખનાર કેરલાના જીલ્લાઓમાંથી એક છે.કેટલીક આદિવાસી જાતિઓ આ ધરતી પર પર્વતોમાં છૂપાયેલ છે, જેને હજી નાગરિકતા નથી મળી.અને કેરલામાં સૌથી પહેલી ઐતિહાસિક કોતરણીઓ ઈડાક્કલ ની ફુટહિલ્સમાંથી મળી આવી અને અમ્બુકુથીમલાની ઐતિહાસિક સંસ્કૃતિ વૈદિકકાળના મધ્ય પાષાણયુગની સાક્ષી પુરે છે. મનોહર સ્ટ્રિકીન્ગલી, પેટા ઉષ્ણકટિબંધીય સવાન્નાહ્સ, ચિત્રસમું ગિરિમથક, ફેલાયેલ મસાલાના વાવેતર, વાવેતરો, ભભકાદાર જંગલો અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા માટે તે જાણીતું છે. એક સર્વગ્રાહી વગડાનો સંગમ, ઇતિહાસ અને સંસ્કૃતિ , વયનાડ આ ભવ્ય ડેક્કન ઉચ્ચપ્રદેશ દક્ષિણ ટોચ પર આવેલું છે.

સૌથી નજીકનું હવાઈ મથક: કોઝિકોડે
સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન: કોઝિકોડે
જીલ્લાના મહત્વના નગરો અને તેમની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન:
કલ્પેટ્ટા: કોઝિકોડેથી 72 કિમી દૂર
મનાન્તાવાડી : 80 કિમી દૂર તલ્લાસ્સેરીથી/ 106 કિમી દૂર કોઝિકોડેથી
સુલતાન બતેરી: કોઝિકોડેથી 97 કિમી દૂર
વિથિરી: કોઝિકોડેથી 60 કિમી દૂર
માર્ગો: કોઝિકોડે, કુન્નાર, ઉટી (કલ્પેટ્ટા થી 75કિમી) અને મૈસુર (કલ્પેટ્ટા થી 140 કિમી)થી રસ્તાઓ દ્વારા સારી રીતે જોડાયેલા રહેલા હોય છે.

ચેમ્બ્રા શિખર
2100 મીટરની ઊંચાઈએ વયનાડના દક્ષિણ ભાગમાં મેપ્પડી નજીક ચેમ્બ્રા શિખર આવેલું છે. આ પ્રદેશનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે અને આ શિખર પરનું આરોહણ વ્યક્તિની શારીરિક શક્તિની કસોટી છે. ચેમ્બ્રા શિખર પર ચઢવું એ એક આનંદપ્રદ અનુભવ છે, કેમ કે આરોહણમાં દરેક તબક્કે વયનાડના મોટાં વિશાળ ક્ષેત્રો પ્રગટ થાય છે અને વ્યક્તિ તેની ટોચ પર પહોંચે ત્યારે દૃશ્ય વધુ વ્યાપક બને છે. શિખર પર ચઢતાં અને નીચે ઊતરતાં પૂરો દિવસ લાગે છે. જેઓ ટોચ પર કેમ્પ કરવાનું પસંદ કરે તેઓને અવિસ્મરણીય અનુભવ મળવાની ખાતરી છે.
1999. જેઓને કેમ્પિંગ ગિયર જરૂરી હોય તેઓ વયનાડમાં કલ્પેટ્ટા ખાતે આવેલ જિલ્લા પ્રવાસન પ્રોત્સાહન કાઉન્સિલનો સંપર્ક કરી શકે છે.

નીલિમલા
વયનાડના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલ અને કલ્પેટ્ટાથી તેમજ સુલતાન બાથરીથી જઈ શકાય તેવા નીલિમલા ટ્રેકરો માટે, જુદા જુદા ટ્રેકિંગ માર્ગોના વિકલ્પો સાથે આનંદપ્રદ છે. નીલિમલાની ટોચ પરનું દૃશ્ય, આગળના મેદાનમાં ખીણ અને તેની બાજુમાં આવેલ મીનમુટ્ટી ઘોધના દૃશ્ય સાથે વિસ્મયકારી છે.

મીનમુટ્ટી
નીલિમલાની નજીકમાં આવેલું જોવાલાયક મીનમુટ્ટી ધોધ ઊટી અને વયનાડને જોડતાં મુખ્ય માર્ગથી 2 કિમીના ટ્રેકિંગ માર્ગે થઈને પહોંચી શકાય છે. વયનાડ જિલ્લામાં તે સૌથી મોટો જળધોધ છે, અને 300 મીટરથી ત્રણ તબક્કામાં પડતો ધોધ, વ્યક્તિની ઉત્સુકતામાં ઉમેરો કરે છે.

ચેતલયમ
વયનાડ તરફ પ્રવાસીઓને આકર્ષતો બીજો જળધોધ ચેતલયમ ધોધ છે, જે વયનાડના ઉત્તર ભાગમાં સુલતાન બાથરીની નજીક આવેલો છે. મીનમુટ્ટીની સરખામણીમાં આ જળધોધ કદમાં નાનો છે. ટ્રેકિંગ અને પક્ષીઓને નિહાળનાર માટે ધોધ અને તેના સંલગ્ન વિસ્તારો આદર્શ સ્થાન છે.

પક્ષીપાતાલમ
1700 મીટર કરતાં વધુ ઊંચાઈએ આવેલ બ્રહ્મગિરિ પર્વતોમાં વનની ઊંડે પક્ષીપાતાલમ આવેલું છે. આ પ્રદેશમાં મુખ્યત્વે મોટા બોલ્ડરો આવેલા છે, જેમાંથી કેટલાંક ખરેખર ખૂબ મોટા છે. અહીં જોવા મળતી ઊંડી ગુફાઓ વ્યાપક વૈવિધ્ય ધરાવતાં પક્ષીઓ, પ્રાણીઓ અને છોડોની વિશિષ્ટ જાતોને માટે આશ્રયસ્થાન છે. માનંતવાડી નજીક આવેલું પક્ષીપાતાલમ અને તે પ્રદેશની મુલાકાતે જવા તિરુનેલ્લીથી શરૂ કરીને વનમાં થઈને 7 કિમી ટ્રેકિંગ જરૂરી બનશે. પક્ષીપાતાલમના પ્રવાસીઓએ DFO ઉત્તર વયનાડ પાસેથી પરવાનગી મેળવવાની રહે છે.

બનસુરા સાગર બંધ
બનસુરા સાગર બંધ ભારતમાં સૌથી મોટો માટીનો બંધ ગણવામાં આવે છે. આ બંધ વયનાડના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલો છે, જે કરલડ સરોવરની નજીક છે. બનસુરા સાગર બંધના પ્રોજેક્ટનો વિસ્તાર બનસુરા શિખર સુધી ટ્રેકિંગ કરવા માટેનું પ્રારંભિક સ્થળ છે. રસપ્રદ લક્ષણ એ છે કે ટાપુઓની રચના, જળાશય આજુબાજુના વિસ્તારો ડૂબમાં લીધેલા ત્યારે ટાપુઓની રચના થઈ હતી.

વયનાડના આકર્ષક દૃશ્યો, ધ્વનિ અને સોડમને માણતાં, તમે વયનાડના મસાલા, કોફી, ચા, વાંસની બનાવટો, મધ અને ઔષધિ છોડો જેવી કેટલીક ખાસ વસ્તુઓ પણ ખરીદી શકો છો.

વયનાડમાં ‘ખુલ્લામાં ફરવા’ અંગે વધુ વિગતો માટે, વયનાડ પ્રવાસન સંસ્થાનો સંપર્ક કરવો.

સરનામું
સામાન્ય સચિવ
વયનાડ પ્રવાસન સંસ્થા
વાસુદેવ એડમ, પોઝુથાના પીઓ,
વયનાડ, કેરલા
ભારત
પીન - 673575
ટેલિ : + 91 4936 255308, ફેકસ : + 91 4936 227341
ઈ-મેઈલ : mail@wayanad.org


 
 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia