Trade Media
     

મુન્નાર


સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓમાં પ્રવાસન સ્થળ તરીકે કેરલાની લોકપ્રિયતામાં ફાળો આપનાર આ એક આકર્ષણ છે. ત્રણ પર્વતીય નદીઓ મુથીરામુઝા, નલ્લાથાન્ની અને કુંડાલાન સંગમ સ્થાને આવેલું છે, અને દરિયાની સપાટીથી 1600 મીટર ઊંચું આ મુન્નાર ગિરિમથક એક સમયે દક્ષિણ ભારતમાં બ્રિટીશ તંત્રનું ઉનાળું રિસોર્ટ તરીકે વપરાતું હતું.

આ ગિરિમથક વિશાળ ચાના વાવેતરો, વસાહતી બંગલા, ઝરણાં, જલધોધ અને શીતળ હવામાનને કારણે પ્રખ્યાત છે. ટ્રેકિંગ તથા માઉન્ટેઇ બાઈકિંગ માટે પણ આદર્શ સ્થળ છે.

હવે આપણે મુન્નાર અને તેની આસપાસ કેટલાક વિકલ્પો તપાસીએ, જે પ્રવાસીઓને આકર્ષક મુન્નારના ગિરિમથકમાં આનંદ માણવાની પૂરતી તકો મળી રહે.

ઈરવિકુલમ નેશનલ પાર્ક
મુન્નાર અને તેની આસપાસના મુખ્ય આકર્ષણો પૈકી એક ઈરવિકુલમ નેશનલ પાર્ક છે. મુન્નારથી 15 કિમી દૂર આવેલ આ પાર્ક તેના લુપ્તપ્રાય પ્રાણી નીલગિરી તહર માટે પ્રખ્યાત છે. 97 ચો. કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ આ પાર્ક વિરલ પતંગિયા, પ્રાણીઓ અને પક્ષીઓ માટેનું પણ નિવાસ સ્થાન છે. ટ્રેકિંગ માટે સારું સ્થળ છે, પાર્ક ચાના વાવેતરો તેમજ ધુમ્મસની ચાદર હેઠળ ઢંકાતા રોલિંગ પર્વતોનું સુંદર દૃશ્ય પણ પૂરું પાડે છે. નીલકુરીંજી ફૂલો ખીલતાં વાદળી ગાલીચાથી અહીંના પર્વતીય ઢોળાવો આવૃત થાય ત્યારે આ પાર્ક ખૂબ પર્યટન સ્થળ બને છે. પશ્ચિમી ઘાટના આ ભાગમાં તે સ્થાનિક છોડ છે, તે બાર વર્ષે એકવાર ખીલે છે. તે છેલ્લે 2006માં ખીલ્યાં હતાં.

આનામુડી શિખર
આનામુડી શિખર ઈરવિકુલમ નેશનલ પાર્કની અંદર આવેલું છે. આ દક્ષિણ ભારતનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે, જેની ઊંચાઈ 2700 મીટર છે. ઈરવિકુલમ ખાતે વન અને વન્ય જીવન તંત્રની પરવાનગી લઈને આ શિખર સુધી ટ્રેકિંગ કરાય છે.

મટ્ટુપેટ્ટી
આ રસપ્રદ બીજુ સ્થળ છે, જે મુન્નાર નગરથી 13 કિમીના અંતરે આવેલું છે. દરિયાની સપાટીથી 1700 મીટરની ઊંચાઈએ આવેલ મટ્ટુપેટ્ટી તેના સ્ટોરેજ ચણતરના બંધ અને સુંદર સરોવર માટે જાણીતું છે, જ્યાં આનંદપ્રદ બોટની સફર કરાય છે, અને વ્યક્તિ આજુબાજુના પર્વતો અને દૃશ્યોને માણી શકે છે. મટ્ટુપેટ્ટીની ખ્યાતિ, ભારત-સ્વીસ પશુધન પ્રોજેક્ટ દ્વારા સંચાલિત ડેરી ફાર્મને કારણે પણ છે, જ્યાં તમે ઊંચી પેદાશ આપતી જુદી જુદી જાતની ગાયો જોઈ શકો છો. મટ્ટુપેટ્ટી એ તેના હરિયાળાં ચા-વાવેતરો, રોલિંગ ઘાસવાળી જમીન અને શોલા વનો સાથે ટ્રેકિંગ માટે આદર્શ છે અને વિવિધ જાતના પક્ષીઓનું નિવાસસ્થાન છે.

પલ્લીવાસલ
પલ્લીવાસલ, મુન્નારમાં ચિતિરપુરમથી 3 કિમીના અંતરે આવેલ કેરલાનો પ્રથમ જળ-વિદ્યુત પ્રોજેક્ટનું સ્થળ છે. આ વિપુલ સૌંદર્ય ખચિત દૃશ્યો માટેનું સ્થળ છે અને ઘણીવાર મુલાકાતીઓ પર્યટન સ્થળ તરીકે પસંદ કરે છે.

ચિન્નકનાલ
ચિન્નકનાલ એ મુન્નાર નગરની નજીક આવેલું છે અને અહીં જલધોધ છે, આ સ્થળ પાવર હાઉસ વોટરફોલ્સ તરીકે પ્રખ્યાત છે, જ્યાં સમુદ્રની સપાટીથી 2000 ફુટ સીધા ખડક પરથી ધોધ પડે છે. આ જગ્યા પશ્ચિમી ઘાટની હારમાળાનું સમૃદ્ધ જોવાલાયક દૃશ્ય છે.

અનાયીરંગલ
ચિન્નકનાલથી સાત કિલોમીટર પ્રવાસ કરો ત્યારે તમે અનાયીરંગલ પહોંચો છો, જે મુન્નારથી 22 કિમીના અંતરે આવેલ ચાના છોડનો લીલોછમ ગાલીચો છે. ભવ્ય જળાશયની સફર એક અવિસ્મરણીય અનુભવ છે. અનાયીરંગલ બંધ ચાનાં વાવેતરો અને સદા હરિયાળાં રહેતાં વનોથી ઘેરાયેલો છે.

ટોપ સ્ટેશન
ટોપ સ્ટેશન, મુન્નારથી 3 કિમી જેટલું દૂર છે, જે દરિયાની સપાટીથી 1700 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ મુન્નાર-કોડાઈકેનાલ માર્ગ પર સૌથી ઊંચું સ્થળ છે. મુન્નાર તરફ જતાં પ્રવાસીઓ પાડોશી રાજ્ય તામિલનાડુ રાજ્યના આસપાસના દૃશ્યને માણવા ટોપ સ્ટેશનની મુલાકાત લે છે. મુન્નારનું આ એક સ્થળ એવું છે, જ્યાં વિશાળ વિસ્તાર પર ખીલેલાં નીલકુરીંજી ફૂલોનો આનંદ માણી શકાય છે.

ચાનું મ્યુઝિયમ
ચાના વાવેતરના મૂળ અને ઉત્ક્રાંતિની વાત પર આવીએ ત્યારે મુન્નાર તેનો પોતાનો તે અંગેનો વારસો ધરાવે છે. આ વારસાને વિચારણામાં લઈએ અને કેરલાની ઊંચી પર્વતમાળામાં ચાના વાવેતરની ઉત્પત્તિ અને વિકાસ અંગેના કેટલાંક સૂક્ષ્મ અને રસપ્રદ પાસાં જાળવવા અને દર્શાવવા, મુન્નારમાં ટાટા ટી દ્વારા થોડાક વર્ષો અગાઉ કેવળ ચા માટેનું એક મ્યુઝિયમ ખોલવામાં આવ્યું હતું. આ ચા મ્યુઝિયમમાં વિરલ વસ્તુઓ, ફોટોગ્રાફ અને યંત્રસામગ્રીનો સમાવેશ કર્યો છે, જે દરેકની મુન્નારમાં ચાના વાવેતરની ઉત્પત્તિ અને વિકાસ અંગે કહેવા માટે એક વાર્તા છે. આ મ્યુઝિયમ મુન્નારમાં નલ્લથન્નઇ એસ્ટેટ ઓફ ટાટા ટી ખાતે આવેલું છે અને મુલાકાત લેવા યોગ્ય છે.

અહીં પહોંચવા માટે:
  • સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : થેની (તામિલનાડુ), લગભગ 60 કિમી દૂર છે; ચંગનચેરી, લગભગ 93 કિમી દૂર છે.
  • સૌથી નજીકનું હવાઈમથક : મદુરાઈ (તામિલનાડુ) લગભગ 140 કિમી દૂર છે; કોચિન આંતરરાષ્ટ્રીય હવાઈમથક, લગભગ 190 કિમી દૂર છે.


 
 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia