શૂટ કરવાના સ્થાનો

 

બીચ, એક્સોટિક વન્ય જીવન, હિલ સ્ટેશન અને બેકવોટર એ થોડાક મુખ્ય સ્થાનો છે જ્યાં મીડિયાના કોઇપણ સ્વરૂપથી શૂટ કરી શકાય છે. જાહેરાતો, ટૂંકી ફિલ્મો કે વિશિષ્ટ લાંબા પ્રોડક્શન્સ પણ કેરલા દ્વારા પ્રસ્તુત કરાતાં સુંદર સ્થાનો પરથી ઘણો બધો લાભ મેળવી શકશે. ફિલ્મ બનાવનાર રાજ્યના પ્રાકૃતિક સૌંદર્યને જોઇને રોમાંચિત થઇ જાય છે અને અમે ગોડ્સ ઓન કન્ટ્રીની ભવ્યતાને શેર કરવા અને આનંદ ઉઠાવવામાં તમને હ્રદયપૂર્વક આમંત્રણ આપીએ છીએ.

દરેક ફ્રેમે વધુ સુંદરતા

કેરલાનું વર્ણન કરવા દરમિયાન અતિશયોક્તિ અને શ્રેષ્ઠતાનો ઉપયોગ કરવાથી દૂર રહેવું મુશ્કેલ જણાય છે. આ રાજ્યની સુંદરતા અને વિવિધતા ખરેખર અદભૂત છે - તે બીચ અને બેકવોટર, હિલ સ્ટેશન અને જંગલો દ્વારા સારી રીતે જાણીતું છે તે કેરલા તેનું પર્યાય છે. તેને નરી આંખેથી જોઇએ તેના કરતાં ઘણું વધારે છે. આ ભૂમિનો દરેક ભાગ અદભૂત છે અને ભલે તેને કેનવાસ, પેપર કે સ્ક્રીન પર કેપ્ચર કરો તેને ધ્યાનમાં લીધા સિવાય, તેની સુંદરતા નીખરી આવે છે, તેને જોનાર તમે જે માધ્યમમાં જોવો છો તેના કરતાં વધુ લલચાઇ જાય છે. અને વિશ્વએ તેને બોમ્બે, દિલ સે, મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસિસ, નિશબ્દ અને ઘણામાં જોયું છે.

વિશ્વમાં દશ સ્વર્ગો પૈકી એક - નેશનલ જીઓગ્રાફર ટ્રાવેલર
બીચ, બેકવોટર, હિલ સ્ટેશન, વન્ય જીવન અભરાણ્ય અને વધુ
મસાલાના વાવેતર અને ચોખાના ખેતરો સાથે એક ગ્રામિણ પ્રાકૃતિક દ્રશ્ય
રામ ગોપાલ વર્માનું નિશબ્દ ફિલ્મનું શુટિંગ વ્યાપકપણે મુન્નારમાં થયું હતું.

દરેક શોટે વધુ કલા

કેરલાનું કુદરતી સૌંદર્ય અદભૂત દ્રશ્યની સંસ્કૃતિ સાથેની ભૂમિ સાથે સમર્પિત છે જે સમૃદ્ધ કલાત્મક વિરાસતમાં પ્રોત્સાહિત કરે છે. અહીં તમે માત્ર મ્યુઝિયમ અને ગેલેરીમાં જ નહીં પરંતુ ઘર અને ગલીઓમાં, કોર્ટયાર્ડમાં અને દિવાલોમાં તમામ જગ્યાએ કલાનો અનુભવ કરશો. અને આ દ્રશ્યની સંસ્કૃતિ કથકલીથી કલરિપયાટ્ટુ, પંચવાધ્યમથી પૂરમથી સંનિષ્ઠાપૂર્વક સલામતીની ભૂમિમાં કલાના સ્વરૂપ અને તહેવારોના જીવંત ભવ્યતામાં તેની સૌથી વધુ અભિવ્યક્તિ જણાય છે. તેમની સમૃદ્ધિ ઘણાં દ્રશ્યમાં જીવન અને રંગને ઉમેરે છે, તેમનું સૌંદર્ય ઓનસ્ક્રીન પર ઘણી પ્રેરણાદાયક ક્ષણને પૂરક છે.

ઉચ્ચ પ્રમાણમાં વર્ણન કરાયેલ દ્રશ્ય સંસ્કૃતિ
અત્યાધિક સાંસ્કૃતિક અને કલાત્મક મૂલ્ય
કલાના સ્વરૂપ અને તહેવારોની વિશાળ ભવ્યતા
મણિ રત્નમની દિલ સેમાં થેક્કડી અને મુન્નારને ફિલ્માવ્યું હતું.

દરેક વાર્તાએ વધુ સ્થાનો

કેરલા પ્રેરણા આપે છે! ભૂમિની દરેક જગ્યા આકર્ષિત કરે છે - તે માત્ર બેકવોટર, બીચ કે હિલ સ્ટેશન જ નહીં; ચોમાસામાં પ્રચુર ડાંગરના ખેતરો અને મસાલાના બાગાન, અનોખા નગર અને શેરીઓ પણ આકર્ષિત કરે છે. કેરલા માટે, આ જીવન, બાબતોની હાજરી છે; તે ભૂમિની સામાજિક અને સાંસ્કૃતિ વાતાવરણનો આવશ્યક ભાગ છે. આ નિલા નધી (ભારતપુઝા નદી) દ્વારા સારી રીતે કદાચ સંક્ષેપમાં કરે છે જેના કિનારા હજારો કથા અને સિનેમાના સ્વપ્નની જેમ ખીલે છે. આ કદાચ શા માટે કેરલા ઘણા પુરુષો અને સ્ત્રીઓનો ઉછેર કરે છે જેઓએ કલાના ક્ષેત્રમાં ખાસ કરીને સીનેમામાં વૈશ્વિક રીતે તેમની છાપ છોડી છે.

ખરેખર પ્રેરણા આપતું વાતાવરણ
ઉચ્ચ પ્રતિભાશાળી લોકો
ફિલ્મ બનાવવામાં સમૃદ્ધ વિરાસત
ગુરિન્દર ચઢ્ઢાની મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસિસનું આંશિક શૂટિંગ મુન્નારમાં થયું હતું.

દરેક સેટ પર વધુ ઇમેજીસ

સંસ્કૃતિઓનું એક અદ્વિતીય મિશ્રણ, કેરલા બ્રિટિશ, ચાઇનીઝ, પોર્ટુગીઝ, ડચ અને ઘણી સંસ્કૃતિઓની વિવિધ સ્થાપત્ય વિષયક શૈલી દ્વારા વિવિધ દેખાવ અને મિજાજ, વિશિષ્ટતાપૂર્વક પ્રસ્તુત કરે છે - જે અન્ય દેશો સાથે તેના જુના-પ્રાચીન સંબંધોની યાદ અપાવે છે. ઉદાહરણ રૂપે, એર્નાકુલમ જિલ્લામાં ફોર્ટ કોચિ, જે મર્ચન્ટ-આઇવરી પ્રોડક્શન્સની ઐતિહાસિક ફિલ્મ, કોટન મેરી માટે આદર્શ પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે, જે તમને ઘણી સદીઓના જુના સમયમાં લઇ જાય છે. સ્થાપત્ય સિવાય, પ્રકૃતિએ તેમના હિસ્સાનો ફાળો પણ આપ્યો છે. મુન્નાર, ઉદાહરણ તરીકે, સ્કોટલેન્ડનું આકર્ષણ ધરાવે છે; આલપુઝાના અતિસુંદર જળમાર્ગ વેનિસના વૈભવી દ્રશ્યોની સરખામણી કરે છે; અથિરપલ્લીના જળધોધ નાયગ્રાની આક્રમકતા ધરાવે છે. વિવિધતા જે ફિલ્મ બનાવનારને સંપૂર્ણ અધિકૃતતા સાથે તેમની વિભાવનાને રૂપાંતરિત કરવામાં મદદ કરે છે.

જોવા અને અનુભવવામાં વિવિધતા
સ્ટાઇલ અને ચરિત્રમાં અદ્વિતીય સ્થાન
વિવિધ શૈલી અને યુગોને અનુરૂપ સ્થાપત્ય
ઇસ્માઇલ મર્ચન્ટની કોટન મેરી માટે ફોર્ટ કોચિએ યોગ્ય વાતાવરણ પ્રસ્તુત કર્યું.

દરેક શિડ્યુલ પર વધુ સ્થાનો

કેરલા અંગે કદાચ સૌથી વધુ વિશિષ્ટ બાબત એ છે કે તેના શૂટ કરવાના સ્થાનોની હકીકત એ છે કે તમામ મુખ્ય સ્થળો એક બીજાથી એક કે બે કલાકના અંતરે જ છે. જેનો અર્થ એ છે કે એક સ્થાન પરથી બીજા સ્થાન પર સારી રીતે બનાવેલ રોડ અને રેલ્વેના નેટવર્ક દ્વારા સહેલાયથી જઇ શકાય છે. એક સ્વાસ્થ્યપ્રદ આબોહવા મુસાફરીને વધુ આનંદદાયક બનાવે છે. જૂનથી ઓગષ્ટના ચોમાસાની ઋતુ સિવાય, કેરલા સમગ્ર વર્ષ દરમિયાન તાજી હવા અને સૂર્યપ્રકાશ પ્રસ્તુત કરે છે. જેનો અર્થ એ પણ છે કે તમારી પાસે શૂટ કરવા માટે સારી આબોહવાના ઓછામાં ઓછા નવ મહિના હોય છે. એક સંપૂર્ણ ચિત્રનું દ્રશ્ય!

એક બીજાની નજીક અદભૂત સ્થાનો
સહેલાયથી પહોંચાય
આનંદદાયક આબોહવા
મણિ રત્નમની બોમ્બેમાં ગીતની રચના માટે ઐતિહાસિલ બેકલ પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે.

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..

×
This wesbite is also available in English language. Visit Close