આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્ઝ પેઇન્ટિંગ સ્પર્ધા 2018
ક્લિન્ટની યાદમાં
Picture of Edmund Thomas Clint

એડમુન્દ થોમસ ક્લિન્ટ


એડમુન્દ થોમસ ક્લિન્ટ કોચી, કેરલના શ્રી એમ. ટી. જોસેફ અને ચિન્નમા જોસેફનો એક માત્ર પુત્ર હતા. તેમનું જીવન તેમની કિડનીને થયેલ અસરને કારણે લાંબાગાળાની બિમારીને કારણે 2522 દિવસો જેટલું જ ટૂકું હતું. પરંતુ તેમણે ખૂબ નાની ઉંમરે ચિત્રકામ અને પેઇન્ટિંગમાં અસાધારણ કુશળતા દર્શાવી હતી.

ક્લિન્ટ તેણે જોયેલા વિશ્વને દર્શાવવા માટે દરેક માધ્યમ ચોક, ક્રેયોન્સ, ઓઈલ પેઈન્ટ્સ અને વોટર કલર ડ્રોઇંગ્સ અને પેઇન્ટિંગ્સ બનાવવા માટે ઉપયોગ કરતાં હતાં. તેમના સંગ્રહથી કલા પ્રસંશકોને આશ્ચર્ય થયુ હતુ અને વિવેચકો તેમની પરિપક્વતા દ્વારા આશ્ચર્યચકિત થયા હતા અને તેમની કલાત્મક પ્રતિભાને ખાતરી આપી હતી.

ક્લિન્ટએ તેના સાતમા જન્મદિવસના એક મહિના પહેલા જેટલા ટૂંકા ગાળામાં કલાના કામના ખજાનો પાછળ મુકી જીવન છોડી દીધું હતું. તેનામાં લોકો કેવું અનુભવી રહ્યા છે તેની અનન્ય સમજ હતી અને આ શક્તિશાળી લાગણીઓથી તેને પ્રેરણા મળી હતી. તેની નાની ઉંમર હોવા છતાં, ક્લિન્ટે કલાની રચના કરી જેમાં તેણે મૃત્યુ, એકાંત અને પ્રેમ જેવા તીવ્ર વિષયો દર્શાવ્યા હતાં. કલાકાર બનવા ઉપરાંત, ક્લિન્ટ ચપળ વાચક પણ હતા. તેઓ મહાકાવ્યો જેમકે મહાભારત અને રામાયણ તરફ આકર્ષાયા હતાં અને રોબિન્સન ક્રુસો જેવી સાહસિક કથાઓ સાંભળવા માટે આતુર હતા. તેમના મનમાં આ વાર્તાઓમાં વર્ણવેલ દરેક વિગતવાર માહિતી એકઠી થતી અને પછી તેમની કલા દ્વારા તેનું નિરૂપણ કરવામાં આવતું હતું.

Girls picking flowers
Kathakali
Raavanan
Pooram
Snake Boat
Theyyam
Sunset
Kavadi Festival
Village Temple Festival

ક્લિન્ટના પિતા જાણીતા હોલીવુડ અભિનેતા, ક્લિન્ટ ઈસ્ટવુડના, ઉત્સાહી પ્રશંસક હતા, અને તેમના પુત્રનું નામ તેમના નામ પરથી આપ્યુ હતું. ક્લિન્ટના મૃત્યુ પછી, શિવાકુમાર, ભારતના પ્રખ્યાત ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતાએ, આ યુવા કલાકારના જીવન અને કલા પર ડોક્યુમેન્ટરી બનાવી હતી. આ ફિલ્મ આંતરરાષ્ટ્રીય ફિલ્મ તહેવારોમાં બતાવવામાં આવી હતી અને અને ક્લિન્ટ ઇસ્ટવુડ બ્રાઝિલમાં દસ્તાવેજી ફિલ્મ જોવાનું થયું હતું. આ કલાકાર ક્લિન્ટની વાતોથી ખૂબ ભાવુક થયા હતાં કે તેમણે ક્લિન્ટના પિતાને શ્રદ્ધાંજલિનો સંદેશ મોકલ્યો હતો અને બાળકના અકાળે નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.