Trade Media
     

થેક્કડી, ઈડુક્કી

ઊંચાઈ : સમુદ્રની સપાટીથી 900-1800 મીટર
વરસાદ : 2500 મિમી

થેક્કડીનો શબ્દ સાંભળતા જ હાથીઓની છબીઓ, પર્વતોની અસીમ શૃંખલા અને મસાલાની સુગંધથી ભરપૂર વાવેતરોની છબીઓ જાદૂઈ અસર ઊભી કરે છે. થેક્કડીનું પેરિયાર વન ભારતનું એક સુંદર વન્યજીવન આરક્ષિત વન છે, અને સમગ્ર જિલ્લાના વિસ્તારમાં ચિત્રસમ વાવેતરો અને પર્વતીય નગરો ફેલાયેલાં છે, જે ટ્રેકિંગ તથા પર્વત ખૂંદવા માટે સારી તકો ધરાવે છે.

માર્ગ
વિવિધ પ્રવાસી કેન્દ્રો સુધી જવા કુમલીથી (4 કિમી દૂર છે) ઘણી બસો જાય છે.

થેક્કડીથી થોડાક મુખ્ય નગરોનું અંતર
 • કુમલી : 4 કિમી (15 મીટર) શબરીમાલા થઈને
 • પેલ્લુમેડુ : 50 કિમી (2 કલાક)
 • ઈડુક્કી : 65 કિમી (2 ½ કલાક)
 • મુન્નાર : 106 કિમી (4 કલાક)
 • કુમરકમ : 128 કિમી (4 કલાક) શબરીમાલા થઈને
 • ઈરુમેલી : 134 કિમી (4 કલાક)
 • કોડાઈકેનાલ : 149 કિમી (5 કલાક)
 • અલપ્પુઝા : 164 કિમી (5 કલાક)
 • કોલ્લમ : 220 કિમી (6 કલાક)
 • ઊટી : 390 કિમી (11 કલાક)
કુમલીથી બસનો સમય :
 • થેક્કડી : 9.30, 10.45, 11.30, 12.00, 12.30, 13.30, 15.30 કલાક
 • કુમરકમ : 7.00 કલાક
 • મુન્નાર : 6.00, 9.25, 13.30 કલાક
 • એર્નાકૂલમ : 7.00, 13.30, 15.15, 16.30, 17.15, 19.30 કલાક
 • તિરુવનંતપુરમ (કુમલીથી) : 8.40, 15.30, 16.15 કલાક (થેક્કડીથી) : 8.20, 15.15 કલાક
 • કોટ્ટયમ : ઘણી બસો
 • અલપ્પુઝા : 11.15 કલાક
 • ચેરથલ : 14.15 કલાક
 • ઈડુક્કી : ઘણી બસો
 • ચેન્નાઈ : 16.30, 19.00 કલાક
 • પોડિંચેરી : 16.30 કલાક
 • મદુરાઈ : 1.15, 5.15, 5.25, 6.45, 7.16, 7.20, 7.30, 7.55, 8.35, 9.40,10.30, 10.45, 11.20, 11.55, 13.00, 13.15, 13.20, 14.20, 15.15, 15.40, 15.50, 16.50 17.05, 18.00,  18.40, 19.05, 20.45 કલાક
 • ડિંડીગલ : ઘણી બસો

કોડાઈકેનાલ : કુમલીથી કોડાઈકેનાલ જવા માટે ડિંડીગલ બસ તમને વથાલકુંડું લઈ જશે, જ્યાંથી તમને કોડાઈકેનાલ (149 કિમી) જવા માટે થોડા થોડા સમયે જવા માટે બસ મળશે.
ત્રિચી : 8.55, 10.45, 19.25 કલાક પલાણી : 9.30, 11.35, 18.30, 18.50 કલાક

વનસ્પતિ
171 ઘાસની પ્રજાતિ, 143 ઓર્કિડની પ્રજાતિ સહીત 1965 કરતાં વધુ ફુલવાળા છોડ અને માત્ર અહીંયા જ મળી આવતું દક્ષિણ ભારતીય કોનીફર પોડોકાર્પસ વેલિચિયાનસ.

જીવ-જંતુ
સસ્તન પ્રાણી : જંગલી હાથી, ગૌર, સાંભર અને જંગલી સુવર સહિત પાંત્રીસ પ્રજાતિ, જેઓને તમે નૌકાવિહાર કરતા જોઈ શકો છો. ઊંચા ટેકરાવાળા પ્રદેશોમાં તમે નીલગિરિ તહાર, સદાબહાર જંગલોમાં લુપ્ત પ્રાય લાયન ટેલ્ડ મકાક, મલાબાર વિશાળ ખિસકોલી, ઊડતી ખિસકોલી, વાઘ, જંગલી બિલાડી, સ્લોથ રીંછ વગેરે જેવા વન્ય જીવને જોઈ શકો છો.

પક્ષી : પ્રવાસી પક્ષી સહિત 265 પ્રજાતિ. હોર્નબિલ, સારસ, લક્કડખોદ, કિંગફિશર, રેપ્ટર, કોર્મોરેંટ, ગ્રેકલ, ડાર્ટર વગેરે મળી આવે છે.

સરીસૃપ : કોબ્રા, વાઈપર, ક્રેટ, બીજા ઘણા બિન ઝેરી સાપો તથા મુખ્ય ગરોળી મળી આવે છે.

ઉભયચરી : દેડકા, ટોડ્સ અને અવયવ વગરના કૈસીલિયન જેમાં સમાવિષ્ટ છે રંગબેરંગી મલાબાર ગ્લાઈડીંગ દેડકા, સામાન્ય ભારતીય ટોડ, ફંગોઈડ દેડકો અને બે રંગવાળો દેડકો.

માછલી : પેરીયાર સરોવર અને વહેણમાં માછલીઓની ઘણી પ્રજાતિઓ મળી આવે છે જેમાં મશીરનો સમાવેશ થાય છે, જે ભારતની પ્રખ્યાત રમતગમતની માછલી છે. નૌકાથી તમે જળબિલાડી, જે સરોવરમાં મળી આવતી એકમાત્ર સસ્તન છે તેની ઝલક જોઈ શકાય છે.

વાવેતર : પેરિયાર વન્ય જીવ અભ્યારણયની આસપાસ ચા, ઈલાયચી, મરી તથા કોફીનું વાવેતર થાય છે.

અભ્યારણ્ય વોચ ટાવર : પેરીયાર જંગલની અંદર બે વોચ ટાવર્સ છે. જેનું આરક્ષણ વન માહિતી કેન્દ્ર, થેક્કડીથી કરી શકાય છે, ફોન નં. 322028.

પરવાનગી આપનાર અધિકારી : વાઈલ્ડ પ્રિઝર્વેશન ઓફીસર, પેરીયાર ટાઈગર રિઝર્વ, થેક્કડી


 
 
 
Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia