આલપ્પુઝા - કોચિ ક્રૂઝ

 

શું તમે પગે ચાલીને ગોડ્સ ઓન કન્ટ્રીને વધુ જાણવામાં થાકી ગયા છો? વૈભવી બેકવોટર ક્રૂઝની આરામદાયક સફર માણવાનું કેવું રહેશે? તમે આલપ્પુઝાના હાઉસબોટને ભાડે કરી શકો છો, આલપ્પુઝા “પૂર્વનું વેનિસ” તરીકે પણ જાણીતું છે. કુટ્ટાનાડમાં કેનાલમાં ક્રૂઝ આરામથી પસાર થાય છે, કુટ્ટાનડ કેરલાના ડાંગરના વિસ્તાર તરીકે પણ જાણીતું છે, જે પામના નાના જંગલ અને ડાંગરના ખેતરથી ફેલાયેલું છે.

પછી કુમરાકમ તરફ સુકાન દ્વારા હંકારતા, જે કેરલાનું એક મહત્વપૂર્ણ પ્રવાસનું આકર્ષણ છે. કુમરાકમ પહોંચવા પર, તમે વિશ્વની વિવિધ અજાયબીમાં દાખલ થાવ છો. આ નાનું બેકવોટર ગામ છે, જે ટાપુઓનો સમૂહ છે, જેને પોતાનું એક જીવન છે, જે પોતાના ધીમા, શાંત લય પર ચાલે છે. દ્રશ્ય, ધ્વનિ અને સુગંધ તમને આજુબાજુથી ઘેરી લેશે અને આકર્ષિત કરી લેશે. કુમરાકમ પર થોડાક સમય માટે સમય પસાર કરીને અને રીલેક્સ થઇને પછી, તમે વાઇક્કમ તરફ આગળ વધી શકશો.

વાઇક્કમના માર્ગે આગળ વધતાં, વેમ્બનાડ સરોવર તમને ગામઠી બેકવોટર ગામડાનું જીવનના દર્શન પ્રસ્તુત કરે છે. કેરલામાં સૌથી મોટા બેકવોટર વિસ્તારને માણીને રીલેક્સ થાવ. તમારી આંખો સરોવરના બંને કિનારાઓ પર હરિયાળી માણવાનું, નિયમિત તાલમાં આવતો ધ્વનિ અને સંપૂર્ણ કુદરતી સુંદરતા જોવાનું ક્યારેય થાકશે નહીં. મંદ મંદ વહેતા પવન સાથ બંને કિનારાઓ પરના પામના ઝાડ સાથે મૃદુ સૂર્ય પ્રકાશથી ભરાયેલ પાણી તમને પ્રસન્ન કરે છે. તમારા મનમાં એમ થશે છે કે આ અદભૂત દ્રશ્ય તમારા બાકીના જીવનમાં હંમેશા તમારી સાથે રહે.

ક્રૂઝમાં આગળ વધતાં હવે પછી, તમને એક નાનો ટાપુ, પાથિરામનલ આવશે. જે બેકવોટરમાં વચ્ચે તરતો જણાય છે. થોડોક સમય ત્યાં વિરામ કરો અને તમારા ગાઇડ તમને આ પ્રદેશને લગતી કેટલીક રસપ્રદ માન્યતાઓ જણાવી શકે છે. સફર આગળ વધારતાં, આગામી રોકાણ થન્નીરમુક્કમ છે, જે ખારા પાણીના અવરોધકતરીકે જાણીતું ગામ છે, જે થન્નીરમુક્કમ બંડ તરીકે પ્રખ્યાત છે. તે ભારતમાં સૌથી મોટું કાદવથી નિયંત્રક છે. આ પ્રદેશમાંથી પ્રવાસ કરવાં અને કેરલાના કેટલાક સ્વાદિષ્ટ નાસ્તા માણવાં એક અદભૂત અનુભવ છે.

આગામી બેકવોટર સ્થળ - વાઇક્કમ છે જે તમને રસપ્રદ દ્રશ્યો અને અનુભવ પ્રસ્તુત કરે છે. તમે અહીં કેરલાના વિશાળ પ્રાચીન પરંપરાના પુરાવશેષો જોઇ શકશો. ભગવાન શિવને સમર્પિત એક પ્રખ્યાત મંદિર આ શહેરનું મુખ્ય આકર્ષણ છે. અહીંની મનને તાજી કરી દેનારી હરિયાળી તમને એક અન્ય ભવ્ય અનુભવ કરાવે છે.

વાઇક્કમમાં કેરલાના સ્વાદિષ્ટ ભોજનને માણ્યાં પછી, તમે કુમ્બલન્ઘી તરફ આગળ વધશો. તમે થાઈક્કાટ્ટુસેરી થઇને મુસાફરી કરશો, જે નાળિયેરીના જંગલો અને ડાંગરના ખેતરોથી ઘેરાયેલ, બેકવોટરના જીવનઆ ઘટકોને પ્રસન્ન કરતું એક નાનું ગામ છે. કુમ્બલન્ઘીમાં જે તમને આવકારે છે તે પ્રથમ દ્રશ્ય બેકવોટરના કિનારાઓ પર ભવ્ય ચાઇનીઝ ફિશિંગ નેટ (માછલી પકડવાની ચાઇનીઝ જાળી) છે. પોક્કાલી ખેતી, પરંપરાગત સ્વદેશી ખેતી કરવાની એક પદ્ધતિ છે જેનો ડાંગરની લણણીમાં ઉપયોગ કરાય છે અને ત્યાર બાદ ઝીંગાના ઉછેરમાં ઉપયોગ કરાય છે, તે કુમ્બલન્ઘીમાં અનુસરાતી એક અદ્વિતીય ખેતી કરવાની એક પ્રણાલી છે.

કુમ્બલન્ઘીના તાજગીભર્યા બેકવોટરમાં સફ઼ર કરતાં કરતાં, હવે ફોર્ટ કોચિ તરફ આગળ વધવાનો સમય થયો છે, જે તેની ચાઇનીઝ ફિશિંગ નેટ અને ઘણાં બધા ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. જો તમે ચાલવા માટે તૈયાર હોવ તો આ સ્થળ ચાલીને જોવા માટે ઘણું સારું છે. આમ છતાં, હાઉસબોટના બોર્ડ પરથી જોવાલાયક દ્રશ્યો પણ રસપ્રદ છે. ફોર્ટ કોચિથી વિદાઇ લેતા, આપણે બોલગાટ્ટી ટાપુ તરફ હંકારીએ, જે આપણું આખરી પહોંચવાનું સ્થળ છે.

બોલગાટ્ટી ટાપુ તરફ જતાં માર્ગમાં, તમારી સામે એર્નાકૂલમ શહેરની મુખ્ય ભૂમિના પેનોરેમિક દ્રશ્ય પસાર થાય છે, જેની પૂર્વીય બાજુ પર ક્ષિતિજ અને શીપયાર્ડ છે. બોલગાટ્ટીમાં, આપણા માટે રીલેક્સ થવાનો સમય છે. શાંત હવામાં અને સૂર્યપ્રકાશના સ્પર્શથી પોતાને આરામદાયક બનાવો. આ ક્રૂઝની યાદ તમારા મનને પ્રસન્ન રાખશે અને ચોક્કસપણે હ્રદયની વીણાના તારને ખેંચશે તથા આવનારા તમામ સમય માટે તમારા આત્માને જાગૃત કરશે.

આલપ્પુઝામાં સંચાલિત ટૂર્સ અને બેકવોટર ક્રૂઝ માટે, નો સંપર્ક કરો

ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ પ્રમોશન કાઉન્સિલ (DTPC) ફોન : +91 477 2253308, 2251796 ઇમેઇલ : info@dtpcalappuzha.com

અહીં પહોંચવા માટે

સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : આલપ્પુઝા સૌથી નજીકનું એરપોર્ટ : કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે આલપ્પુઝા શહેરથી લગભગ 85 કિમી છે.

ભૌગોલિક માહિતી

ઉંચાઇ : સમુદ્રની સપાટી

મેપ

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..

×
This wesbite is also available in English language. Visit Close