કેરલા એક નજર

 

પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં ઉંચા પશ્ચીમી ઘાટ અને 44 નદીઓથી વિંટળાયેલું કેરલા અદ્વિતીય ભૌગોલિક વિશેષતાઓથી સમૃદ્ધ છે જે તેને એશિયામાં સૌથી વધુ માંગ હોય તેવા સ્થળો પૈકી એક બનાવે છે. સ્વચ્છ બીચ સાથેનો લાંબો દરિયાકાંઠો, શાંત નીલા બેકવોટરના વિસ્તારો, પ્રચુર હિલ સ્ટેશન અને એક્સોટિક વન્ય જીવન એ માત્ર થોડીક જ અજાયબીઓ છે જે તમે બીજી બાજુ જાવ ત્યારે તમારી રાહ જોઇ રહી છે. અને બીજું એ છે કે, આ દરેક આકર્ષક સ્થળો એક બીજાથી માત્ર બે કલાકના ડ્રાઇવ પર જ છે - આવો વિલક્ષણ લાભ ગ્રહ પર બીજા કોઇ સ્થળ આપી શકશે નહીં.

સંસ્કૃતિ કેવી રીતે તેના ભૂતકાળનો આદર કરે છે એટલું જ નહીં વિકાસ અને પ્રગતિ સાથે તે આગળ વધે છે તે માટે કેરલા પોતાને ગર્વ અનુભવે છે. સો ટકા સાક્ષરતા, વિશ્વ કક્ષાનું આરોગ્ય સંભાળ તંત્રો, ભારતનું સૌથી ઓછું બાળ મૃત્યુ દર અને સૌથી વધુ જીવન ક્ષમતાના દરો એવા ઘણાં સીમાસ્તંભો છે જે રાજ્યના લોકોને તેના પર અત્યંત ગર્વ છે.

ભૌગોલિક સ્થિતિ

ભૌગોલિક સ્થિતિ

કેરલા ત્રણ મુખ્ય ભૌગોલિક પ્રદેશોમાં વિભાજીત છે : હાઇલેન્ડ, જ્યાંથી પશ્ચીમી ઘાટથી અસમતલ પહાડો અને ખીણો તરફ નીચો ઢાળ બનાવે છે અને 580 કિમી લાંબો સતત દરિયાકાંઠામાં પરિણમે છે, જ્યાં ઘણાં સુંદર ચિત્ર જેવા બેકવોટર, એકબીજા સાથે જોડાયેલ કેનાલ અને નદીઓ છે. વન્ય ભૂમિ ગીચ જંગલોથી આચ્છાદિત છે, જ્યારે અન્ય પ્રદેશોમાં ચા અને કોફીના બાગાન અથવા અન્ય પાકના સ્વરૂપોથી આવરી લેવાયેલ છે. મોટાભાગનું રાજ્ય ગીચ હરિયાળીથી ઘેરાયેલું છે જે હંમેશા ખુબ શાંતિદાયક અનુભવ આપે છે.

ઋતુઓ

ઋતુઓ

વર્ષ દરમિયાન ખુશનુમા અને સમઘાત હવામાન સાથે, કેરલા ઉષ્ણકટિબંધનીય ભૂપ્રદેશ છે જ્યાં વ્યક્તિ આરામદાયક રીતે અને સરળતાથી રહી શકે છે. ચોમાસું (જૂન-સપ્ટેમ્બર અને ઓક્ટોબર-નવેમ્બર) અને ઉનાળો (ફેબ્રુઆરી-મે) નો ઋતુઓ છે જેને નોંધપાત્ર રીતે અહીં અનુભવાય છે, જ્યારે શિયાળામાં સામાન્ય ઉષ્ણતામાનની રેન્જ 28-32°C માં થોડોક જ ઘટાડો થાય છે. સામાન્યપણે અહીંનું પ્રચલિત ખુશનુમા વાતાવરણ અમારા અતિથિઓને બહુ ગમવા લાગે છે.

લોકો અને જીવન

લોકો અને જીવન

કેરલા સામાજીક કલ્યાણ અને જીવનની ગુણવત્તાના સંદર્ભમાં ભારતનું સૌથી વધુ પ્રગતિશીલ રાજ્યો પૈકી એક છે. રાજ્ય, ભારતનું સૌથી વધુ સાક્ષરતા દર, વધુ જીવન ક્ષમતાના દરો અને ભારતનું સૌથી ઓછું બાળ મૃત્યુ દરનું ગર્વ અનુભવે છે. કેરલામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સમગ્ર એશિયામાં સૌથી ઊંચો છે. અહીંના લોકો સમાજના તમામ સ્તરે એક અદ્વિતીય બહુસાંસ્કૃતિક દૃષ્ટિકોણને માણે છે, તેઓ સેવા અને તકોમાં - તેમ જ વધુ કહીએ તો તેમના શાસનમાં વધુ સારી સુલભતા ધરાવે છે.

ઇતિહાસ

ઇતિહાસ

કેરલાનો ઈતિહાસ તેના વાણિજય સાથે ગાઢ રીતે સંકળાયેલો છે, જે તાજેતરના સમય સુધી મસાલાના વેપાર આસપાસ ફરે છે. ભારતનો મસાલાનો તટીય પ્રદેશ તરીકે જાણીતું, પ્રાચીન કેરલાએ ગ્રીકો, રોમન, આરબો, ચાઈનીઝ, પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ અને બ્રિટિશ સહિત વિશ્વભરમાંથી આવતા પ્રવાસીઓ અને વેપારીઓના યજમાન તરીકે ભૂમિકા ભજવી હતી. મોટાભાગના તમામ લોકો આ ભૂમિ પર કોઈક કે અન્ય સ્વરૂપે પોતાની છાપ છોડી છે અને તેણે અમને વિશ્વ સાથે આંતરક્રિયા કરવામાં અમારી પોતાની વિશેષ રીતને બીબામાં ઢાળવામાં અને બનાવવામાં મદદ કરી છે.

સ્થાન

કેરલા સાઉથ એશિયાના દેશ ભારતના દક્ષિણી-પશ્ચિમી સમુદ્રતટ પર સ્થિત છે.

જિલ્લાઓ

Kerala Map

મુખ્ય શહેરો

તિરુવનંતપુરમ કોલ્લમ કોચિ થ્રિસ્સુર કોઝિકોડ

એરપોર્ટ

તિરુવનંથપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ (CIAL), નેડુમબસ્સેરી કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કરિપુર

વિઝાની જરૂરિયાત

વિઝા માહિતી માટે કૃપયા અહીં ક્લિક કરો

પોલીસ હેલ્પલાઇન

હાઇવે પર મુસાફરી કરવા દરમિયાન + 91 98461 00100 ટ્રેઇનમાં મુસાફરી કરવા દરમિયાન + 91 98462 00100

પ્રવાસીઓ અને ટુર ઓપરેટર માટે નીતિ સંહિતા

પ્રવાસીઓ અને ટુર ઓપરેટર માટે માર્ગદર્શિકા

વેબસાઇટ અંગે

આ કેરલા સરકાર, પ્રવાસન વિભાગની અધિકૃત વેબસાઇટ છે અને ભારતમાં સૌથી વધુ લોકપ્રિય પ્રવાસની વેબસાઇટ પૈકી એક છે. સાઇટમાં ગોડ્સ ઓન કન્ટ્રી તરીકે લોકપ્રિય રાજ્ય કેરલા અંગે વિસ્તૃત માહિતી ધરાવે છે. 1998 થી ઓનલાઇન થયેલ વેબસાઇટ, હાલમાં 10 ભારતીય ભાષાઓ સહિત 21 ભાષાઓમાં ઉપલબ્ધ છે. સરેરાશ, સાઇટની વર્ષમાં 30 લાખ કરતાં વધુ મુલાકાત લેવાય છે. સાઇટને જરૂર હોય તે પ્રમાણે અને અવારનવાર અપડેટ કરાય છે. તે 3000 વીડિયોઝ, હજારો ફોટા અને ઘણી બધી ઓડિયો ક્લિપ સહિત કેરલા અંગે વિશાળ ડેટાબેઝ ધરાવે છે. આ વેબસાઇટ દ્વિ-માર્ગીય પ્રક્રિયા દ્વારા સમગ્ર વિશ્વમાં પ્રવાસીઓને ઉપયોગી માહિતી પૂરી પાડે છે અને મેસેજ બોર્ડ, પ્રવાસનું આયોજન, ઓનલાઇન સ્પર્ધા, ઓનલાઇન ઓડિયો-વિઝ્યુઅલ ગેલેરી, વીડિયો ઉખાણા, લાઇવ વેબકાસ્ટ, ઇ-બૂક્સ, ઇ-ન્યૂઝલેટર્સ વગેરે જેવી નિયમિત ઓનલાઇન વપરાશકર્તા મૈત્રીપૂર્ણ આંતરક્રિયાઓ દ્વારા આધુનિક પ્રવાસીઓના વિવિધ હિતોના ટ્રેક પણ રાખે છે. કેરલા પ્રવાસનની વેબસાઇટે ઘણાં એવોર્ડ જીત્યા છે. તેણે 2000-2001, 2002-2003, 2005-2006, 2008-09, 2010-11, 2012-13, 2013-14 અને 2014-15 વર્ષ દરમિયાન “ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સૌથી વધુ નવીનતમ ઉપયોગ” અને “શ્રેષ્ઠ પ્રવાસન વેબસાઇટ પોર્ટલ” માટેનો ભારત સરકાર દ્વારા સ્થાપિત પ્રતિષ્ઠિત ઉત્કૃષ્ટતાનો એવોર્ડ મેળવ્યો છે. કેરલા પ્રવાસન વેબસાઇટે સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર દ્વારા સ્થાપિત વેબ રત્ન એવોર્ડ્સ ૨૦૧૪ ની “ઉત્કૃષ્ટ સામગ્રી” વર્ગમાં ગોલ્ડન આઇકન એવોર્ડ અને પ્રવાસન વર્ગમાં શ્રેષ્ઠ ભારતીય વેબસાઇટ માટે પીસી વર્લ્ડ મેગેઝિનનો નેટ 4 પીસી વર્લ્ડ વેબ એવોર્ડ 2008 પણ મેળવ્યો છે. 2005, 2013, 2014 અને 2016 વર્ષ દરમિયાન શ્રેષ્ઠ ઇ-ન્યૂઝલેટર માટે અને 2010 માં શ્રેષ્ઠ વેબસાઇટ માટે પેસિફિક એશિયા ટ્રાવેલ એસોસિએશનના (PATA) ગોલ્ડ એવોર્ડના સ્વરૂપમાં વિભાગની ઓનલાઇન પહેલ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા. ભારતમાં, કેરલા પ્રવાસ દશકા કરતાં વધુ સમય માટે પ્રવાસન બોર્ડની વેબસાઇટોમાંથી વેબ ટ્રાફિકમાં પ્રથમ ક્રમાંકનું પદ જાળવી રાખ્યું છે. વેબ ટ્રાફિકના શબ્દોમાં, સાઇટ એશિયા પેસિફિક અને મધ્ય પૂર્વમાં ટોચની 10 પ્રવાસન વેબસાઇટ્સમાં છે.

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..

×
This wesbite is also available in English language. Visit Close