પેરિયર ટાઇગર રીઝર્વ, થેક્કડી

 

થેક્કડી શબ્દનું નામ સાંભળતા તરત જ નજર સમક્ષ હાથીઓ, અમર્યાદિત ગિરિમાળાઓ અને મસાલાથી સુગંધિત વાવેતરો આવી જાય છે. થેક્કડીનું પેરિયર જંગલ ભારતમાં શ્રેષ્ઠ વન્ય જીવન સંરક્ષણ પૈકી એક છે. સમગ્ર જિલ્લો રમણીય વાવેતર અને ગિરિ મથકોથી છવાયેલ છે જે ટ્રેકિંગ માટે અને પર્વત પર ચાલનારાઓ માટે સુંદર પગદંડીઓથી ભરપૂર સ્થાન છે.

પેરિયર જંગલની વિપુલતા
વનસ્પતિ : અહીં 1965 કરતાં વધુ ફૂલવાળી વનસ્પતિઓ છે જેમાં 171 ઘાસની પ્રજાતિઓ અને 143 ઓર્કિડની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતનું એક માત્ર શંકુધર, જેને વૈજ્ઞાનિક રીતે પોડોકાર્પસ વોલિચિઆનુસ તરીકે જાણીતું છે, તે પેરિયર ટાઇગર રીઝર્વના જંગલોમાં ઉગે છે.

પ્રાણીસૃષ્ટિ :
સસ્તન પ્રાણી : ૬૦ કરતાં વધુ પ્રજાતિઓ અહીં મળી આવે છે જેમાં એશિયન હાથી, બંગાળી વાઘ, ભારતીય ભેંસ, સાંબર હરણ, ભારતીય જંગલી કૂતરા, ચિત્તો, બાર્કિંગ હરણ અને સુંવાળી સપાટીવાળું ઓટ્ટરનો સમાવેશ થાય છે, જેને પેરિયર સરોવરમાં બોટની ક્રૂઝ સફર દરમિયાન જોઇ શકાય છે. નિલગિરી થાર મર્યાદિત પ્રમાણમાં પથ્થરના ઉંચા વિસ્તારોમાં મળે છે જ્યાં સદાબહાર જંગલોની અંદરના ભાગે લુપ્તપ્રાય લાયન ટેઇલ્ડ મેક જોવા મળી શકે છે. જ્યાં બોટ કિનારે આવે ત્યારે નજીકના વૃક્ષો પરથી બોનેટ મેક અને નિલગિરી તહર ચારો ચરતા જોવા મળી શકે છે.

પક્ષીઓ : અહીં સ્થળાંતર કરીને આવેલા પક્ષીઓ સહિત 265 પ્રજાતિઓ છે. મલાબાર ગ્રે હોર્નબિલ, ધ ઇન્ડિયન પાઇડ હોર્નબિલ, વ્હાઇટબેલ્લાઇડ ટ્રીપી, ડ્રોન્ગોની ઘણી પ્રજાતિઓ, લક્કડઘોદ, ફ્લાયકેચર, બેબલર, અદભૂત મલાબાર ટ્રોગન વગેરે બોટ પરથી નજીકમાં જોઇ શકાય છે.

સરીસૃપ : કોબ્રા, વાઇપર, ક્રેટ, ઘણી બધી સંખ્યામાં બિન-ઝેરી સાપ, અને ઇન્ડિયન મોનિટર લિઝાર્ડ.

ઉભયચર : રંગીન મલાબાર ગ્લાઇડિંગ ફ્રોગ જેવા દેડકા, ફંગોઇડ દેડકા, દ્વિ-રંગીય દેડકા, દેડકાની ઘણી બધી પ્રજાતિઓ અને લિંબલેસ કેસિલિયન.

મત્સ્ય વર્ગ (માછલી) : પેરિયર તળાવ અને ઝરણામાં માછલીની ઘણી પ્રજાતિઓ છે જેમાં ભારતની પ્રખ્યાત અને લુપ્તપ્રાય ગેમ માછલી મશીરનો સમાવેશ થાય છે. સુંવાળી સપાટીવાળું ઓટ્ટર બોટ પરથી મોટે ભાગે જોવા મળી શકે છે.

વાવેતર (પલાન્ટેશન) : ચા, ઇલાયચી, મરી અને કોફીના વાવેતર ટાઇગર રીઝર્વની બાજુના વિસ્તારોમાં વિપૂલ પ્રમાણમાં થાય છે.

વોચ ટાવર : પેરિયર ટાઇગર રીઝર્વની અંદર થોડાક વોચ ટાવર છે જે વન્ય જીવન જોવા માટે શ્રેષ્ઠ સ્થાન છે. જંગલ માહિતી કેન્દ્ર (ફોરેસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર), થેક્કડી ખાતે આરક્ષણ કરી શકાય છે. ફોન : ++ 91- 4869 – 222027

પેરિયરમાં પર્યટનની પ્રવૃત્તિઓ અંગે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો : પેરિયર ખાતે ટાઇગર રીઝર્વ

સંપર્ક વિગતો

ફિલ્ડ ડિરેક્ટર (પ્રોજેક્ટ ટાઇગર) ફિલ્ડ ડિરેક્ટરની ઓફિસ એસ. એચ. માઉન્ટ, કોટ્ટયમ કેરલા, ભારત - ૬૮૬ ૦૦૬ ટેલિ : +91 481 2311740 ઇમેઇલ:fd@periyartigerreserve.org વેબસાઇટ: www.periyartigerreserve.org ડેપ્યુટી ડિરેક્ટર (પેરિયર ઇસ્ટ) પેરિયર ટાઇગર રીઝર્વ થેક્કડી કેરલા, ભારત - ૬૮૫ ૫૩૬ ટેલિ : +91 4869 222027 ઇમેઇલ: dd@periyartigerreserve.org

અહીં પહોંચવું

સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : કોટ્ટયમ રેલ્વે સ્ટેશન, થેક્કડીથી લગભગ 110 કિમી સૌથી નજીકનું એરપોર્ટ : મદુરાઇ, લગભગ 140 કિમી અને કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ, લગભગ 190 કિમી

સ્થાન

અક્ષાંશ : 9.4679, રેખાંશ : 77.143328

ભૌગોલિક માહિતી

વરસાદ : 25 સેમી

મેપ

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..

×
This wesbite is also available in English language. Visit Close