વયનાડ

 

અહીં વિશેષપણે દર્શાવેલ વયનાડના ઉત્તરી જિલ્લામાં પ્રથમ ચાર ચાલવાના માર્ગો છે જે વયનાડ પ્રવાસન સંસ્થા (WTO)  દ્વારા વિચારાયેલ છે અને પ્રોત્સાહન આપે છે જે વયનાડમાં ’જવાબદાર અને નિભાવક્ષમ પ્રવાસન’ની સંસ્કૃતિને આગળ ધપાવવામાં અગ્રણી ભૂમિકા ભજવે છે.

ચાર  ચાલવાના માર્ગો પૈકી, અમે પ્રથમ ’આઉટડોર ટ્રેઇલ (પગે ચાલીને પર્યટન)’ પ્રસ્તુત કરવા માંગીશું, જે વયનાડ જિલ્લાના નીચેના સ્થાનોને આવરી લેશે.

ચેમ્બ્રા શિખર

2100 મીટરની ઊંચાઈએ વયનાડના દક્ષિણ ભાગમાં મેપ્પાડી નજીક ચેમ્બ્રા શિખર આવેલું છે. આ પ્રદેશનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે અને આ શિખર પરનું આરોહણ વ્યક્તિની શારીરિક શક્તિની કસોટી છે. ચેમ્બ્રા શિખર પર ચઢવું એ એક આનંદપ્રદ અનુભવ છે, કેમ કે આરોહણમાં દરેક તબક્કે વયનાડના મોટાં વિશાળ ક્ષેત્રો પ્રગટ થાય છે અને વ્યક્તિ તેની ટોચ પર પહોંચે ત્યારે દૃશ્ય વધુ વ્યાપક બને છે. શિખર પર ચઢતાં અને નીચે ઊતરતાં પૂરો દિવસ લાગે છે. જેઓ ટોચ પર કેમ્પ કરવાનું પસંદ કરે તેઓને અવિસ્મરણીય અનુભવ મળવાની ખાતરી છે. જેઓને કેમ્પિંગ ગિયર જરૂરી હોય તેઓ વયનાડમાં કલ્પેટ્ટા ખાતે આવેલ જિલ્લા પ્રવાસન પ્રોત્સાહન કાઉન્સિલનો સંપર્ક કરી શકે છે.

નીલિમલા

વયનાડના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલ અને કલ્પેટ્ટાથી તેમજ સુલતાન બાથેરીથી જઈ શકાય તેવા નીલિમલા ટ્રેકરો માટે, જુદા જુદા ટ્રેકિંગ માર્ગોના વિકલ્પો સાથે આનંદપ્રદ છે. નીલિમલાની ટોચ પરનું દૃશ્ય, આગળના મેદાનમાં ખીણ અને તેની બાજુમાં આવેલ મીનમુટ્ટી ઘોધના દૃશ્ય સાથે વિસ્મયકારી છે.

મીનમુટ્ટી જળધોધ

નીલિમલાથી નજીક આવેલ, અદભૂત મીનમુટ્ટી જળધોધ ઉંટી અને વયનાડને જોડતા મુખ્ય માર્ગથી 2 કિમી ટ્રેકિંગ કરીને જઇ શકાય છે. તે વયનાડ જિલ્લામાં સૌથી મોટો જળધોધ છે તે લગભગ 300 મીટરની ઉંચાઇએથી ત્રણ તબક્કામાં નીચે પડે છે.

ચેથલયમ

એક બીજો જળધોધ જે વયનાડમાં પર્યટકોને આકર્ષે છે તે ચેથાલયમ ધોધ છે, તે વયનાડના ઉત્તરી ભાગમાં સુલથાન બથેરીની નજીક આવેલ છે. આ જળધોધ મીનમુટ્ટી જળધોધની સરખામણીમાં કદમાં નાનો છે. ધોધ અને તેની આજુબાજુનો વિસ્તાર ટ્રેકિંગ કરવા માટે અને પક્ષી પ્રેમીઓ માટે તેમના મનપસંદ પક્ષીઓ શોધવા માટે લોકપ્રિય છે.

પક્ષીપાતાલમ

1700 મીટર કરતાં વધુ ઊંચાઈએ આવેલ બ્રહ્મગિરિ પર્વતોમાં વનની ઊંડે પક્ષીપાતાલમ આવેલું છે. આ પ્રદેશમાં મુખ્યત્વે મોટા બોલ્ડરો આવેલા છે, જેમાંથી કેટલાંક ખરેખર ખૂબ મોટા છે. અહીં જોવા મળતી ઊંડી ગુફાઓ વ્યાપક વૈવિધ્ય ધરાવતાં પક્ષીઓ, પ્રાણીઓ અને છોડોની વિશિષ્ટ જાતોને માટે આશ્રયસ્થાન છે. પક્ષીપાતાલમ માનંતવાડીની નજીક આવેલું છે અને થિરુનેલ્લીથી શરૂ કરીને જંગલના માર્ગે ૭ કિમી ટ્રેક કરીને તે પ્રદેશની મુલાકાત લઇ શકાય છે. પક્ષીપાતાલમની મુલાકાત લેનારાઓએ DFO-ઉત્તર વયનાડ તરફથી પરવાગી લેવાની રહે છે.

બાનાસુર સાગર બંધ

બાનાસુર સાગર બંધ ભારતમાં સૌથી મોટો માટીનો બંધ ગણવામાં આવે છે. આ બંધ વયનાડના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલો છે, જે કરલાડ સરોવરની નજીક છે. બાનાસુર સાગર બંધના પ્રોજેક્ટનો વિસ્તાર બાનાસુર શિખર સુધી ટ્રેકિંગ કરવા માટેનું પ્રારંભિક સ્થળ છે. રસપ્રદ લક્ષણ એ છે કે ટાપુઓની રચના, જળાશય આજુબાજુના વિસ્તારો ડૂબમાં લીધેલા ત્યારે ટાપુઓની રચના થઈ હતી. જ્યારે તમે વયનાડના રમણીય સ્થળો, અવાજો અને સુગંધોને માણી રહ્યા હોવ તે દરમિયાન, તમે મસાલા, કોફી, ચા, વાંસની પ્રોડક્ટ્સ, મધ અને હર્બલ વનસ્પતિઓ જેવી વયનાડની કેટલીક ભાગ્યે જ જોવા મળતી વિશેષતાઓ માટે ખરીદી પણ કરી શકો.

વયનાડમાં ’આઉટડોર ટ્રેઇલ (પગે ચાલીને પર્યટન)’ અંગે વધુ વિગતો માટે, કૃપયા વયનાડ પ્રવાસન સંસ્થા (WTO) સાથે સંપર્ક કરવો.

સંપર્ક વિગતો

જનરલ સેક્રેટરી વયનાડ પ્રવાસન સંસ્થા વાસુદેવ ઈડમ, પોઝુથના પીઓ વયનાડ, કેરલા, ભારત પિન- 673575 ટેલિ. +91-4936-255308, ફેક્સ+91-4936-227341 ઇ-મેઇલ: mail@wayanad.org

અહીં પહોંચવું

સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : કાલિકટ રેલ્વે સ્ટેશન 62 કિમી દૂર છે સૌથી નજીકનું એરપોર્ટ: કાલિકટ ઇન્ટરમેશનલ એરપોર્ટ 65 કિમી દૂર છે

સ્થાન

અક્ષાંશ : 11.75847, રેખાંશ : 76.093826

મેપ

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..

×
This wesbite is also available in English language. Visit Close