Trade Media
     

હાઉસ બોટ


હાઉસબોટમાં કેરલાની જલ યાત્રા!

તમે ક્યારેય કેરલાના બેકવોટર્સ પર હાઉસબોટમાં જળ-યાત્રાએ ગયા છો? તમે આ સફર ના કરી હોય, તો ચોક્કસ કરો. આ ખરેખર એક અદભૂત અને અવિસ્મરણીય અનુભવ છે!

હાલમાં હાઉસબોટ ખૂબ મોટી હોય છે, આ મોજમઝાની સફર માટે વપરાતી આધુનિક નૌકા ખૂબ ધીમે ચાલે છે અને હકીકતમાં તે જુના સમયની કેટ્ટુવલ્લમનું સુધારેલું સ્વરૂપ છે. મૂળ કેટ્ટુવલ્લમ ટનબંધ ચોખા અને મસાલા લઈ જવા ઉપયોગ કરાતો હતો. ધોરણસરની કેટ્ટુવલ્લમ કુટ્ટાનંદથી કોચિ બંદર સુધી જવા 30 ટન માલ રાખી શકે છે.

કેટ્ટુવલ્લમને કાથીના દોરડાથી ગાંઠો બાંધીને ઊભી રખાય છે. નૌકાના બાંધકામમાં એક પણ ખીલી વપરાતી નથી. બોટ જેક-વુડના પાટિયાં કાથીની સાથે બાંધી રાખીને બનાવાય છે. પછીથી આના પર ઉકાળેલ કાજૂના માવામાંથી બનાવેલ કાળી કોસ્ટિક રાળનો લેપ કરાય છે. સંભાળપૂર્વકની જાળવણી રખાય તો કેટ્ટુવલ્લમ પેઢીઓ સુધી ચાલી શકે છે.

કેટ્ટુવલ્લમના એક ભાગને વાંસ અને કાથીથી ઢાંકવામાં આવે છે, જેથી તે ખલાસીઓ માટે વિરામ-ખંડ અને રસોડા તરીકે કામ આવે. ભોજન બોર્ડ પર રંધાય છે અને તેની સાથે બેકવોટર્સમાંથી તાજી રાંધેલી માછલી અપાય છે.

પરિવહનની આ સિસ્ટમને સ્થાને આધુનિક ટ્રકો આવી જતાં, કેટલાકે નવો રસ્તો શોધી કાઢયો, જેને લીધે આ નૌકા ટકી શકી, આમાંથી મોટાભાગની નૌકા બજારમાં 100 વર્ષ કરતાં જુની છે. પ્રવાસીઓને સમાવવા ખાસ ખંડો બાંધીને આ નૌકા, નજીકનાં સ્થળેથી તેની હાલની ખૂબ લોકપ્રિયતા માણવા સમુદ્ર પર્યટને નીકળે છે.

હવે માત્ર અલપ્પુઝામાં અને બેકવોટર્સમાં આ દૃશ્ય જાણીતું બન્યું છે ત્યાં વધુમાં વધુ 500 હાઉસબોટ છે.

કેટ્ટુવલ્લમને હાઉસબોટમાં રૂપાંતર કરતી વખતે, માત્ર કુદરતી પેદાશોનો જ ઉપયોગ કરાય તેની કાળજી લેવાય છે. છાપરા માટે વાંસની ચટ્ટાઈઓ, સોપારીના વૃક્ષોની લાકડીઓ અને લાકડુ વપરાય છે, ફરસ માટે કાથીની સાદડીઓ અને લાકડાના પાટિયાં તથા પથારી માટે નાળિયેરીનું લાકડું અને કાથી વપરાય છે. અલબત્ત પ્રકાશ માટે, સોલાર પેનલ વપરાય છે.

આજે, હાઉસબોટોમાં સારી હોટેલ જેવી તમામ સુખસુવિધાઓ હોય છે, જેમાં સજાવેલ શયનખંડો, આધુનિક શૌચાલયો, આરામદાયક દિવાનખંડ, રસોડું તથા માછલી પકડવા માટેની બાલ્કની પણ સમાવિષ્ટ હોય છે. છાંયો પૂરો પાડવા અને અવરોધરહિત દૃશ્ય જોવા દેવા લાકડાના વળાંકવાળું છાપરું કે તાડનાં પાનની ગૂંથણીના ભાગ ખુલ્લાં રખાય છે. મોટાભાગની નૌકા સ્થાનિક હલેસા મારનાર વાંસથી ચલાવે છે, તો કેટલાંક 40 HP એન્જિનના પાવરથી સંચાલિત કરે છે. બોટ-ટ્રેનો, બે કે વધુ હાઉસબોટો એકસાથે જોડીને બનાવાય છે, જેનો પણ પ્રેક્ષણીય સ્થળો જોનાર દ્વારા ઉપયોગ થાય છે.

હાઉસબોટની સફરમાં ખરેખર ચમત્કારપૂર્ણ બાબત, શ્વાસ થંભાવી દેતું વણસ્પર્શેલ અને અન્યથા અભેદ્ય ગ્રામીણ કેરલાનું દૃશ્ય છે, જે બોટમાં તમે તરતા હોય ત્યારે જોવા મળે છે! શું તે કશું ચમત્કારપૂર્ણ નથી?

કેરલા પ્રવાસનની વર્ગીકૃત હાઉસબોટ સંચાલકોની યાદીમાંથી હાઉસબોટ પસંદ કરવા અહીં ક્લિક કરવા વિનંતી.


 

Photos
Photos
information
Souvenirs
 
     
Department of Tourism, Government of Kerala,
Park View, Thiruvananthapuram, Kerala, India - 695 033
Phone: +91-471-2321132 Fax: +91-471-2322279.

Tourist Information toll free No:1-800-425-4747
Tourist Alert Service No:9846300100
Email: info@keralatourism.org, deptour@keralatourism.org

All rights reserved © Kerala Tourism 1998. Copyright Terms of Use
Designed by Stark Communications, Hari & Das Design.
Developed & Maintained by Invis Multimedia