સાઇલન્ટ વેલી નેશનલ પાર્ક, પાલક્કાડ

 

૨૩૭.૫૨ ચોરસ કિમીના વિસ્તાર સાથેનો સાઇલન્ટ વેલી નેશનલ પાર્ક પલક્કડ જિલ્લાના ઉત્તરી-પૂર્વીય ખૂણામાં સ્થિત છે. તે ઉત્તરમાં અચાનક નિલગિરી પહાડી મેદાન તરીકે ઉંચો છે અને દક્ષિણમાં મન્નારક્કડના મેદાનો છે. અત્યંત નાજુક, એક અદ્વિતીય ઉષ્ણકટીબંધીય સદાબહાર વરસાદના જંગલોનું રક્ષિત છે જે વિશ્વમાં ક્યાંય જોવા ન મળે તેવી કેટલીક વિવિધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું ઘર છે.

નીલગિરિ બાયોસ્ફીયર રિઝર્વનું હાર્દરૂપ સ્થાન સાયલન્ટ વેલી નેશનલ પાર્ક છે. તેનું નામ સાયલન્ટ વેલી (તીડોનો તીવ્ર અવાજ અહીં સ્પષ્ટપણે ગેરહાજર છે) જૈવિક-વૈવિધ્યનો સમૃદ્ધ ભંડાર છે. જીવન વિજ્ઞાનના વિદ્યાર્થીઓ, વ્યાવસાયિક વૈજ્ઞાનિકો અને ક્ષેત્ર જીવનશાસ્ત્રીઓ માટે આ સાચું ઈડન ગાર્ડન છે.

પશ્ચિમી ઘાટની જૈવિક વિવિધતાનું આવું પ્રતિનિધિરૂપ સંગ્રહ બીજે ક્યાંય જોવા મળી શકશે નહીં - અહીં ફૂલ છોડની 1000 કરતાં વધુ પ્રજાતિઓમાં ઓર્કિડની 110 જેટલી પ્રજાતિ, સસ્તન પ્રાણીઓની 34 કરતાં વધુ પ્રજાતિ, પતંગિયાની 200 જેટલી પ્રજાતિ, તમરાંની 400 પ્રજાતિ, વંદાની 128 પ્રજાતિ જેમાંથી 10 તો વિજ્ઞાન માટે નવી છે, દક્ષિણ ભારતના તમામ 16 નિવાસી પક્ષીઓ સહિત પક્ષીઓની 150 પ્રજાતિ છે.

સમુદ્રની સપાટીથી ૨૦૦૦ મીટરની ઉંચાઇથી નિલગિરી પર્વત પરથી કુંથિ નદી નીચેની તરફ વહે છે, અને સમગ્ર ખીણમાંથી પસાર થાય છે અને સાંકડી ઉંડી ખીણ દ્વારા મેદાનોમાં વહે છે. કુંથિ નદી ક્યારેય બદામી રંગમાં બદલાતી નથી અને હંમેશા એકદમ ચોખ્ખી, બારેમાસ વહેતી અને તોફાની છે.

આ જંગલમાંથી થતું બાષ્પીભવન કોઇપણ અન્ય સપાટી પરથી થાય તેના કરતાં ઘણું વધારે છે. આનું ઠંડું વાતાવરણ, પાણીના બાષ્પનું સહેલાયથી ઘનીકરણ (કન્ડેન્સેશન) થવામાં મદદ કરે છે, જેના કારણે મેદાનોમાં ઉનાળામાં વરસાદ પડે છે.

સંપર્ક સરનામું

ધ વાઇલ્ડલાઇફ વોર્ડન સાઇલન્ટ વેલી વિભાગ મન્નારકાંડ પી.ઓ. પલક્કડ કેરલા, ભારત - 678582 ફોન: +91 4924 222056 ઇમેઇલ : ww-svnp@forest.kerala.gov.in

વધુ માહિતી માટે કૃપયા માહિતી કેન્દ્રનો સંપર્ક કરો : વેબસાઇટ: www.silentvalley.gov.in

સહાયક વાઇલ્ડલાઇફ વોર્ડન સાઇલન્ટ વેલી નેશનલ પાર્ક મુક્કાલી, પાલક્કાડ - 678582 ફોન: +91 4924 253225 ઇમેઇલ: ro-mukkali@forest.kerala.gov.in

અહીં પહોંચવું

સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : પલક્કડ, લગભગ 69 કિમી દૂર સૌથી નજીકનું એરપોર્ટ : કોઇમ્બતુર ઇન્ટરનેશનલ એરપોર્ટ (તમિલનાડુ), લગભગ 91 કિમી

સ્થાન

અક્ષાંશ : 11.130066, રેખાંશ : 76.42911

મેપ

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..

×
This wesbite is also available in English language. Visit Close